પાકિસ્તાની ISIના કચ્છ કનેક્શનનો પર્દાફાશ થયાની મોટી અને અતી સંવેદનશીલ વિગતો સામે આવી છે. જી હા, કચ્છનાં મુન્દ્રામાં એક શખ્સની અટકાયત કરાઇ છે. આ શખ્સે ISI એજન્ટના ખાતામાં પૈસા જમા કરાવ્યા હોવાની વિગતો ખુલી હતી. ઉલ્લખનીય છે કે, ગત 19 જાન્યુઆરીએ વારાણસીથી ISI એજન્ટ ઝડપાયો હતો. કચ્છનાં આ શખ્સને ISI એજન્ટ સાથે સીધુ કનેક્શન હોવાનું સામે આવ્યું છે. મુન્દ્રાના શખ્સના ઘરમાંથી શંકાસ્પદ દસ્તાવેજ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, અગાઉ આ જ મુન્દ્રાના શખ્સે પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કર્યા હતા. NIAની તપાસ દરમિયાન નવા ખુલાસા સામે આવ્યા છે. હાલ શખ્સની સધન પુછપરછ કરવામાં આવી રહી છે અને આવા અનેક ઘટસ્ફોટો સામે આવે તેવી આશંકા પણ જોવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
