મહેસાણા જીલ્લામાં અનાજની દુકાન સંચાલકો સામે કાર્યવાહીનો ધમધમાટ જોવામાં આવ્યો. જિલ્લામાં 13 સસ્તા અનાજની દુકાનધારકોના લાયસન્સ મોકૂફ કરી દેવામાં આવ્યા છે. દુકાનધારકો દ્વારા ગેરરીતિ કરાતી હોવાની ફરિયાદો ઉઠી હોવાના કારણે તંત્ર દ્વારા આ આકરા પગલા લેવામાં આવ્યા છે. જી હા, મહેસાણામાં સરકારી અનાજનો જથ્થો સગેવગે કરી અને સસ્તા અનાજની દુકાનધારકો દ્વારા ઓનલાઇન કામગીરી નહોતી કરતી. છેલ્લા 3 માસથી ઉઠેલી આવા અનેક કારણો સાથે પાછલા ઘણા સમયથી લોકો દ્વારા સસ્તા અનાજની દુકાનધારકો સામે રોષ સાથે ફરિયાદો ઉઠી રહી હતી. ફરિયાદનાં પગલે તંત્ર હરકતમાં આવતા સસ્તા અનાજની દુકાનધારકોનાં લાયસન્સ મોકૂફ કરાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
