Not Set/ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરનાર DCP અભિષેકને થયો કોરોના

સુશાંતસિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની પૂછપરછ કરતા મુંબઈ પોલીસના ડીસીપી અભિષેક ત્રિમુખે કોરોના વાયરસથી પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. ત્રિમુખેના પરિવારના અન્ય સભ્યો પણ કોરોના ચેપ લાગ્યાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્રિમુખે બાંદ્રામાં પોસ્ટ છે અને સુશાંત કેસમાં તપાસ અંગે પણ તેમની પૂછપરછ કરવામાં આવી છે. રિયા ચક્રવર્તીએ સુશાંતના મૃત્યુ પછી ત્રિમુખે સાથે અનેક […]

Uncategorized

સુશાંતસિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની પૂછપરછ કરતા મુંબઈ પોલીસના ડીસીપી અભિષેક ત્રિમુખે કોરોના વાયરસથી પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે.

ત્રિમુખેના પરિવારના અન્ય સભ્યો પણ કોરોના ચેપ લાગ્યાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્રિમુખે બાંદ્રામાં પોસ્ટ છે અને સુશાંત કેસમાં તપાસ અંગે પણ તેમની પૂછપરછ કરવામાં આવી છે. રિયા ચક્રવર્તીએ સુશાંતના મૃત્યુ પછી ત્રિમુખે સાથે અનેક ફોન પર વાતચીત કરી હતી. રિયાની કોલ ડિટેલ્સથી આ વાત બહાર આવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રિમુખે પોઝિટીવ આવ્યા બાદ હંગામો થયો છે. હવે રિયા ડીસીપી ત્રિમુખેને છેલ્લે ક્યારે મળી હતી તે અંગે પણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. દરમિયાન પૂછપરછ દરમિયાન રિયા સીબીઆઈ અધિકારીઓને પણ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.