Not Set/ ગૌતમ ગુલાટીએ ઉર્વશી રૌતેલા સાથે કર્યા લગ્ન? જાણો શું છે હકીકત

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને ગૌતમ ગુલાટીનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને લગ્નના મંડપમાં સાત ફેરા લેતા જોવા મળી રહ્યા છે. જો તમે આ ફોટો જોઇને તમે વિચારી રહ્યા છો કે આ બંનેએ લગ્ન  કરી લીધા છે,તો તેમને ખોટું વિચારી રહ્યા છો. હકીકતમાં ગૌતમ અને ઉર્વશી ટૂંક સમયમાં એક […]

Uncategorized

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને ગૌતમ ગુલાટીનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને લગ્નના મંડપમાં સાત ફેરા લેતા જોવા મળી રહ્યા છે. જો તમે આ ફોટો જોઇને તમે વિચારી રહ્યા છો કે આ બંનેએ લગ્ન  કરી લીધા છે,તો તેમને ખોટું વિચારી રહ્યા છો.

હકીકતમાં ગૌતમ અને ઉર્વશી ટૂંક સમયમાં એક ફિલ્મમાં સાથે કામ કરતા જોવા મળશે, જેનું નામ વર્જિન ભાનુપ્રિયા છે. આ ફોટો આ ફિલ્મના સીન પરથી લેવામાં આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

ફોટો શેર કરતી વખતે ગૌતમ ગુલાટીએ કેપ્શનમાં લખ્યું, “મુબારક નહીં કહો? મિત્રો અમારી ફિલ્મ વર્જિન ભાનુપ્રિયા આવી રહી છે. આશા છે કે તમને ગમશે.”

‘વર્જિન ભાનુપ્રિયા’માં અર્ચના પૂરણ સિંહ, ડેલનાઝ ઈરાની, રાજીવ ગુપ્તા, બ્રિજેન્દ્ર કલા, નિક્કી અનેજા વાલિયા અને રૂમાના મોલા સિવાય ઉર્વશી રૌતેલા અને ગૌતમ ગુલાટી જેવા કલાકારો પણ છે.

અજય લોહાન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું નિર્માણ હનવંત ખત્રી અને લલિત કીરી કરી રહ્યા છે. તે 16 જુલાઈના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.