Not Set/ CM રૂપાણીનો વધુ એક મહત્વનો નિર્ણય, ભાડાપટ્ટીની મિલકતનાં ભાડુઆતો હવે કાયદેસરનાં માલિક બનશે

CM રૂપાણી દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને અમદાવાદ મહાનગરની ભાડાપટ્ટાનો વર્ષોથી લટકતો ભટકતો પ્રશ્ન ઉકેલાતો જોવામાં આવશે. જી હા, અમદાવાદ મહાનગરની ભાડાપટ્ટાની સમસ્યાનો ઉકેલાશે અને ભાડૂઆતો આવી મિલકતોનાં કાયદેસરનાં માલિક બનશે. જમીન માલિકી હક્કના પ્રશ્નનું CM દ્વારા નિરાકરણ કરવામાં આવતા અમદાવાદ મહાનગરના સાડા ચાર દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યાનો  મુખયમંત્રી વિજયભાઈ રુપાણી દ્વારા અંત આણી દેવામાં આવ્યો છે.  અમદાવાદ મહાનગરના […]

Ahmedabad Gujarat

CM રૂપાણી દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને અમદાવાદ મહાનગરની ભાડાપટ્ટાનો વર્ષોથી લટકતો ભટકતો પ્રશ્ન ઉકેલાતો જોવામાં આવશે. જી હા, અમદાવાદ મહાનગરની ભાડાપટ્ટાની સમસ્યાનો ઉકેલાશે અને ભાડૂઆતો આવી મિલકતોનાં કાયદેસરનાં માલિક બનશે. જમીન માલિકી હક્કના પ્રશ્નનું CM દ્વારા નિરાકરણ કરવામાં આવતા અમદાવાદ મહાનગરના સાડા ચાર દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યાનો  મુખયમંત્રી વિજયભાઈ રુપાણી દ્વારા અંત આણી દેવામાં આવ્યો છે. 

અમદાવાદ મહાનગરના બધા જ ઝોનમાં આવેલી ૪૦૦૦ થી વધુ  ભાડા પટ્ટા ની દુકાનો/ગોડાઉનો/જમીનો /નિર્વાસીતો ની મિલકતોના ભાડુઆતો હવે  કાયદેસર માલિક બનશે. નિર્વાસીત મિલ્કત ધારકો -દુકાનો-છૂટક જમીનોના માલિકી હક્કનો પ્રશ્ન આગવી નિર્ણાયકતાથી હલ કરી દેવામાં આવ્યો છે. સાડા ચાર દાયકા-૪પ વર્ષથી અનિર્ણીત રહેલી ભાડા પટ્ટાની સમસ્યા ઉકેલી નિરાશ્રીતો સહિતના પરિવારો ને મિલકતો છુટક જમીનોના કાયદેસરના લાંબા ગાળાના માલિકી હક્ક – ભાડા પટ્ટે આપવાનો મુખ્યમંત્રીશ્રીનો સંવેદના સ્પર્શી નિર્ણાયક અભિગમ જોવામાં આવ્યો. મુખ્યમંત્રીના આ સંવેદનાસ્પર્શી નિર્ણયને પગલે હવે, મહાપાલિકા આ અંગેની વિસ્તૃત નીતિ નિર્ધારીત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews