- તારીખ – 31 ઓગસ્ટ 2020, સોમવાર
- તિથિ – ભાદરવા સુદ 13
- રાશિ – મકર (ખ,જ)
- નક્ષત્ર – શ્રવણ
- યોગ – શોભન
- કરણ – તૈતિલ
દિન વિશેષ –
- સવારનું અમૃત ચોઘડીયું – 6.25 થી 7.59
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )
દૈનિક રાશિભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –
- આત્મબળ વધુ રહેશે
- કાર્યમાં ઉત્સાહ પણ રહેશે
- કોઈપણ કાર્ય કરવા તમે સક્ષમ રહેશો
- ધન સંબંધી આવક રહેશે

* વૃષભ (બ,વ,ઉ) –
- ગહન ચિંતન થાય
- ત્યાગની ભાવના વધે
- વાહન ચલાવતા સાચવવું
- ભાગીદારી પેઢીમાં મતભેદ રહે

* મિથુન (ક,છ,ઘ) –
- નાની મોટી શારીરિક તકલીફ રહી શકે
- દેખીતી પીડા કરતા માનસિક પીડા વધુ
- ખર્ચમાં વૃદ્ધિ થઈ જાય
- ધર્મકાર્યો વિશેષ થાય

* કર્ક (ડ,હ) –
- ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુ સાથે વ્યસ્તતા રહે
- કાર્યમાં જુદી જુદી પ્રવૃત્તિ રહે
- ઘરમાં પણ થોડું સમારકામ થાય
- જીવનસાથીના કાર્યોમાં વ્યસ્તતા રહે

* સિંહ (મ,ટ) –
- સંતાનનું સ્થાનાંતર દેખાય છે
- અભ્યાસમાં મન ઓછું લાગે
- વૈભવમાં વૃદ્ધિ થાય
- નવા સંબંધોમાં લાભ મળે

* કન્યા (પ,ઠ,ણ) –
- સંતાનથી લાભ મળે
- વડીલોની સલાહ લેજો
- ઘરડા ગાડા વાળે
- પ્રેમ સંબંધો બંધાઈ શકે છે

* તુલા (ર,ત) –
- સ્ત્રી પાત્રો સાથે સંબંધો બગડે
- બપોર પછી વેપારમાં વૃદ્ધિ
- પિતા સાથે મતભેદથી સાચવજો
- પીઠના દર્દથી સાવધાન

* વૃશ્ચિક (ન,ય) –
- પરિવારમાં વિભાજનની શક્યતા છે
- ખોટી ચર્ચાથી દૂર રહેજો
- નોકરીમાં અચાનકતા આવે
- શત્રુપીડાથી સાવધાન

* ધન (ભ,ધ,ફ,ઢ) –
- આરોગ્ય જાળવજો
- ગેસની પીડાથી સાવધાન
- પેઢુની બિમારીની ફરિયાદ રહે
- વફાદારી તમારા માટે મુખ્ય મુદ્દો રહે

* મકર (ખ,જ) –
- શંકા-કુશંકાથી સાવધાન
- વધુ પડતા વિચારો ન કરતા
- નકારાત્મકતા હાવી થશે
- પ્રવાસની શક્યતા છે

* કુંભ (ગ,શ,સ,ષ) –
- ધર્મ પ્રત્યે આસ્થા વધે
- જૂના મંદિરોમાં દર્શન કરવાની ઇચ્છા થાય
- વૃદ્ધોની સેવા કરવાનો મોકો મળે
- સંતાનનું આરોગ્ય જાળવો

* મિન (દ,ચ,ઝ,થ) –
- સ્થાનાંતર દેખાય છે
- જૂના સંબંધો લાભ આપી જાય
- નકારાત્મકતા રહે
- મોડી સાંજે થોડી સફળતા મળે
* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે શક્ય તેટલા ઓમ્ નમઃ શિવાય – મંત્રજાપ કરવા.
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
