Not Set/ સૈફ સાથે કામ કરવુ ખૂબ જ સારુ રહ્યુ: રોહન મેહરા

મુંબઈ, બાજાર ફિલ્મથી વિનોદ મેહરાનો પુત્ર રોહન મેહરાએ ઈન્ડસ્ટ્રીમાં ડગલુ ભર્યુ છે. ફિલ્મની કમાણી બોક્સ ઓફિસ પર ધીમી તો ખરી પણ સારી થઈ રહી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન રોહને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અંગે વાતચીત કરી. રોહને જણાવ્યુ કે, મને આનંદ છે કે નિખિલ અડવાણીજીએ મને તક આપી અને બાજાર ફિલ્મ માટે પસંદ […]

Uncategorized

મુંબઈ,

બાજાર ફિલ્મથી વિનોદ મેહરાનો પુત્ર રોહન મેહરાએ ઈન્ડસ્ટ્રીમાં ડગલુ ભર્યુ છે. ફિલ્મની કમાણી બોક્સ ઓફિસ પર ધીમી તો ખરી પણ સારી થઈ રહી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન રોહને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અંગે વાતચીત કરી.

રોહને જણાવ્યુ કે, મને આનંદ છે કે નિખિલ અડવાણીજીએ મને તક આપી અને બાજાર ફિલ્મ માટે પસંદ કર્યો. રોહને જણાવ્યુ કે, મને નથી લાગતુ કે નિખિલ સર કોઈ નવા કલાકારની શોધમાં હતા, કારણકે તે એક અવિશ્વસનિય રુપથી પડકારજનક ભૂમિકા છે અને આ માટે એક ઉચ્ચસ્તરની પ્રતિભાશાળીની જરુર છે. સૈફ અલી ખાન સાથે કામ કરવાને લઈ રોહને જણાવ્યુ કે, સૈફ સાથે કામ કરવુ ખૂબ જ સારુ રહ્યુ. તે એક મનોરંજક અને જાણકાર વ્યક્તિ  છે.

બોલીવુડમાં નેપોટિઝ્મ જેવા મુદ્દે રોહને જણાવ્યુ કે, મારા માનવા મુજબ સફળતા ક્યારેય કોઈપણ માટે સરળ નથી હોતી. આકરી મહેનત, કટિબદ્ધતા અને કિસ્મત તમને સફળ બનાવે છે. મને નથી લાગતુ કે, કલાકારોના બાળકો માટે સફળતા સરળ છે. આખરે દરેક નવોદિત કલાકાર એક લાંબુ અને સફળ કરીયર બનાવવા માંગે છે. કોઈ ફિલ્મ સ્ટારનો પુત્ર હોવુ સફળતાની ગેરેન્ટી ન હોઈ શકે.