વોશિંગ્ટન,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેવા માટે ખાસ આમંત્રણ આપ્યું હતું, પરંતુ આ કાર્યક્રમમાં તેઓ હાજર રહી શકશે નહિ.
વ્હાઈટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પોતાની વ્યવસ્તાઓના કારણે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લઇ શકશે નહિ”.
વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે કહ્યું હતું કે, જુલાઈમાં કહેવામાં આવ્યું હતું કે, ટ્રમ્પને ભારત આવવા માટે આમંત્રણ મળ્યું છે, પરંતુ અત્યારસુધીમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી”.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણય અંગે જણાવતા તેઓએ વધુમાં કહ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પ ૨૬ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ ભારતના ગણતંત્ર દિવસની પરેડમાં હાજર રહેવા માટે પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા આમંત્રણને લઈ સન્માન ઈચ્છી રહ્યા છે, પરંતુ તેઓ પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને લઈ આ પરેડમાં ભાગ લઇ શકવા માટે અસમર્થ છે.
માનવામાં આવી રહ્યું છે કે, જયારે ભારતમાં ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે ત્યારે ટ્રમ્પ અમેરિકી કોંગ્રેસના બંને ગૃહોની એન્યુઅલ સ્ટેટ ઓફ યુનિયનને સંબોધિત કરી શકે છે.
પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું હતું કે, “અમેરિકી રાષ્ટ્રપતિ અને પીએમ મોદી વચ્ચે પરસ્પર ગાઢ સંબંધ છે. ટ્રમ્પ ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે”.
