Not Set/ સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર પહેલા થશે આ ખાસ પૂજા

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં સમાચાર મળ્યા બાદથી લોકો બોલિવૂડના દિગ્ગજોથી લઈને રાજકારણની ગલીઓમાં શોકમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. આજે તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવશે. જેના માટે તેમનો પરિવાર મુંબઇ પહોંચી ગયો છે. પરંતુ હવે સમાચાર છે કે સુશાંતના અંતિમ સંસ્કાર પૂર્વે એક વિશેષ પૂજા કરવામાં આવશે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમવિધિ […]

Uncategorized

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં સમાચાર મળ્યા બાદથી લોકો બોલિવૂડના દિગ્ગજોથી લઈને રાજકારણની ગલીઓમાં શોકમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. આજે તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવશે. જેના માટે તેમનો પરિવાર મુંબઇ પહોંચી ગયો છે. પરંતુ હવે સમાચાર છે કે સુશાંતના અંતિમ સંસ્કાર પૂર્વે એક વિશેષ પૂજા કરવામાં આવશે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમવિધિ પહેલાં, એક ખાસ પૂજા કરવામાં આવશે, જેને પંચક પૂજા કહેવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર, જો કોઈનું પંચગમાં મૃત્યુ થાય છે, તો આ આફત તેની સાથે તેના પરિવારના પાંચ લોકો પર આવે છે.

સુશાંત સિંહ રાજપૂતના પરિવારની નજીકના જ્યોતિષે પરિવારને કહ્યું છે કે સુશાંત સિંહનું પંચક વિચારમાં અવસાન થયું હતું. અષાઢ મહિનાનો પંચક 11 જૂનથી પ્રારંભ થયો છે અને 16 જૂન સુધી ચાલશે. પંચાગ પાંચ પ્રકારના હોય છે જેમ કે રોગ પંચક, રાજ પંચક, અગ્નિ પંચક, મૃત્યુ પંચક અને ચોર પંચક.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.