જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક બુધવારે પાકિસ્તાની સૈનિકોની ગોળીબારમાં સેનાના જુનિયર કમિશંડ અધિકારી (જેસીઓ) શહીદ થયા છે. સંરક્ષણ સૂત્રોએ આ વિશે માહિતી આપી હતી. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે કેરી સેક્ટરમાં ફોરવર્ડ પોસ્ટ પર ફાયરિંગ કરીને પાકિસ્તાને યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
Jammu and Kashmir: An Army JCO (Junior Commissioned Officer) lost his life in ceasefire violation by Pakistan, in Keri sector of Rajouri. More details awaited.
— ANI (@ANI) September 2, 2020
સૂત્રોએ જણાવ્યું છે કે પાકિસ્તાની ગોળીબારમાં એક જેસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમનું સારવાર દરમિયાન મોત થયું છે. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના જવાનો પણ ઘાયલ થયા છે, પરંતુ સચોટ માહિતી હજી મળી નથી. છેલ્લા ચાર દિવસમાં આવી બીજી ઘટના છે. રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં 30 ઓગસ્ટે પણ એક જેસીઓ શહીદ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
