સુશાંતસિંહ રાજપૂત આપઘાત કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે આમાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસને આપેલા નિવેદનમાં સુશાંતના પિતા કે.કે.સિંહે કંઈક બીજું કહ્યું છે. તેમણે સુશાંતની આત્મહત્યાના કારણ અંગે અનુમાન લગાવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, કે.કે. સિંહે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં કહ્યું છે કે સુશાંતનું મોત આત્મહત્યા જ હોય શકે છે. જણાવીએ કે, સુશાંતના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે રિયા પર ઘણા ગંભીર આક્ષેપો પણ કર્યા હતા, પરંતુ હવે સુશાંતના પિતાના આ નિવેદનથી બધાને આશ્ચર્ય થયું છે.
આ પણ વાંચો: સુશાંત સિંહ સુસાઇડ કેસ/ પિતા કે.કે.સિંહની ED એ કરી 4 કલાક પૂછપરછ, રીતેશ શાહ આજે થઇ શકે છે હાજર
સુશાંતના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી પર સુશાંત સિંહ રાજપૂતની હત્યાનો આરોપ લગાવ્યો હતો. તેમજ ધરપકડની માંગ કરી છે. તે જ સમયે, જો સમાચારની વાત માની લેવામાં આવે તો, કેકે સિંહે પોલીસને આપેલા નિવેદનમાં કંઈક બીજું કહ્યું છે. આ અહેવાલ મુજબ, કે.કે.સિંહે પોતાના નિવેદનમાં કહ્યું – મારા પુત્રએ આત્મહત્યા કેમ કરી તે મને ખબર નથી. તેમણે ક્યારેય કોઈ પણ પ્રકારના તણાવ અથવા હતાશા વિશે વાત કરી ન હતી. મને સુશાંતના મોત અંગે કોઈ ફરિયાદ નથી, ન કોઈ શંકા. મને લાગે છે કે સુશાંતે ઉદાસીને કારણે આત્મહત્યા કરી છે.
આ પણ વાંચો: સુશાંત કેસ/ ડ્રગ્સ કનેક્શનમાં નામ સામે આવ્યા બાદ પહેલીવાર ગૌરવ આર્યએ કરી કબૂલાત, રિયા સાથે થઇ હતી…
કે.કે.સિંહે કહ્યું- હું તેમને ગયા વર્ષે 13 મેના રોજ મળ્યો હતો, જ્યારે તે મુન્દન કાર્યક્રમમાં ભાગ લેવા પટના આવ્યો હતો. તે 16 મેના રોજ પાછા મુંબઈ ફર્યો હતો. હું સુશાંત સાથે વોટ્સએપ પર વાત કરતો હતો. હું તેને વધારે ફોન કરતો ન હતો કારણ કે તે હંમેશાં વ્યસ્ત રહેતો હતો. તેમણે જણાવ્યું કે, 14 જૂન 2020 ના રોજ તેમને ટીવી દ્વારા સમાચાર મળ્યા કે સુશાંતે તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ સાંભળીને તેમને ચક્કર આવી ગયા અને બેહોશ થઈ ગયા.
જણાવીએ કે, સુશાંત સિંહ રાજપૂત મામલામાં સીબીઆઈ તપાસ કરી રહી છે. તે સતત શંકાસ્પદોની પૂછપરછ કરી રહી છે. સુશાંત કેસમાં સીબીઆઈ તપાસનો આજે 14 મો દિવસ છે. આ કેસમાં સીબીઆઈ સાથે ઇડી અને નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની તપાસ પણ ઝડપી ગતિએ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
