બોલિવૂડ એક્ટર શક્તિ કપૂર તેની શ્રેષ્ઠ અભિનય માટે જાણીતા છે. તેણે ક્યારેક વિલન બનીને પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કર્યા તો ક્યારેક તેમની કોમેડીથી ચાહકોનું મનોરંજન કર્યું. આજે શક્તિ કપૂર તેનો 68 મો જન્મદિવસ મનાવી રહ્યા છે. શક્તિએ અભિનેત્રી શિવાંગી કોલ્હાપુરી સાથે લગ્ન કર્યા છે, પરંતુ બંનેને એક થવું એટલું સરળ નહોતું.
80 અને 90 ના દશકમાં શક્તિ કપૂરે ઘણી ફિલ્મોમાં વિલનનું પાત્ર નિભાવી પોતાના અભિનયની છાપ ઉભી કરી હતી. ત્યાર પછી તેમણે રાજા બાબુ અને અંદાઝ અપના અપના જેવી ફિલ્મોમાં કોમેડી રોલ પણ કર્યા. ખાસ કરીને કાદર ખાન સાથે જોડી બનાવીને તેમણે 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ જયારે વાત અંગત જીવનની આવે છે, તો શક્તિ પોતાની ઓનસ્ક્રીન જીવનથી એકદમ અલગ છે.
શક્તિ કપૂરની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મથી ઓછી નથી. શક્તિ અને શિવાંગીની પહેલી મુલાકાત 1980 માં એક ફિલ્મના શુટિંગ દરમિયાન થઇ હતી. શિવાંગી પદ્મિની અને તેજસ્વીની કોલ્હાપુરીની મોટી બહેન છે. ‘કિસ્મત’ ફિલ્મમાં પહેલા પદ્મિની અને મિથુન ચક્રવર્તી સાથે કામ કરવાની હતી. પરંતુ પદ્મિની સાથે ડેટની સમસ્યા થવાને કારણે ડાયરેક્ટરે તે રોલ શિવાંગીને આપી દીધો. એ ફિલ્મમાં શક્તિ કપૂર પણ હતા, પરંતુ ફિલ્મની શુટિંગની ડેટ કાંઈક એવી રીતે ગોઠવાઈ હતી કે શક્તિ કપૂર અને શિવાંગી બન્ને એક જ સમયે સાથે રહી શકતા ન હતા.

આમ તો પાછળથી તેમાં થોડો ફેરફાર થયો અને બન્નેને એક જ શુટિંગ તારીખ મળી ગઈ. બસ એ વખતે બન્ને પહેલી વખત એક બીજાને મળ્યા હતા. શિવાંગીને શક્તિ સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયો હતો. તે દરમિયાન શિવાંગી અને શક્તિ બન્નેનું જ ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખતા ન હતા એ સમયે બન્નેની જોડી બની ગઈ અને તે ફિલ્મ શુટિંગ પછી એક બીજાને મળવા લાગ્યા. થોડા સમયમાં જ પ્રેમ થઇ ગયો.

પરંતુ જયારે શિવાંગીએ શક્તિ સાથે લગ્ન કરવાની વાત ઘરવાળાને જણાવી તો તેમને તેના માટે સ્પષ્ટ ના કહી દીધી. તે જૂની વિચારસરણી વાળું કુટુંબ હતું એટલા માટે તેમણે સ્પષ્ટ કહી દીધું હતું કે જો શક્તિ સાથે લગ્ન કર્યા તો કુટુંબમાંથી દુર કરી દેવામાં આવશે.
તે વખતે શિવાંગી જયારે 18 વર્ષની થઇ તો તેમણે શક્તિ સાથે ઘરેથી ભાગીને 1982 માં કોર્ટમાં લગ્ન કરી લીધા. શક્તિના પરિવારે શિવાંગીને રાજી ખુશીથી અપનાવી લીધી. લગ્ન પછી ઘણા સમય સુધી શિવાંગી અને તેમના કુટુંબ વાળાએ એક બીજા સાથે વાત ન કરી. આમતો જયારે શિવાંગીએ શ્રદ્ધા અને સિદ્ધાંતને જન્મ આપ્યો તે વખતે તેમના પરિવારે જૂની વાતો ભૂલી તેને અપનાવી લીધી. શિવાંગી 19 વર્ષની ઉંમરે પુત્ર સિદ્ધંતની માતા બની ગઈ હતી. ત્યારબાદ શિવાંગીની માતાએ તેમની સાથે પહેલી વાર વાત કરી. તે બ્રીચ કેન્ડી હોસ્પિટલની મુલાકાતે પણ આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
