અમદાવાદનાં શહેરીજનો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. જી હા, ખાસ કરીને સિનીયર સીટિઝન અને જોગર્સ માટે સારા સમાચાર એ છે કે, AMC દ્વારા શહેરનાં ગાર્ડન ફરી એક વખત પબ્લિક માટે ખોલવા નિર્ણય લેવાયો છે. આગામી 5 સપ્ટેમ્બરથી શહેરનાં નાના-મોટા 258 ગાર્ડન ફરી પ્રજા માટે ખુલ્લા મૂકાશે, જો કે, કોરોનાનો કહેર હજુ પણ યથાવત છે ત્યારે ગાર્ડનમાં આવનાર કે ગાર્ડનની મુલાકાત લેનાર લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજિયાત પણ કરવાનુ રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં કોરોનાને લીધે પાછલી 23 માર્ચથી ગાર્ડન સમાન્ય લોકોમાં માટે બીલકુલ બંધ હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
