તમિળનાડુના કુડ્ડાલોર જિલ્લામાં ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. 2 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. અગાઉ પોલીસે કહ્યું હતું કે, તમિળનાડુના કુડ્ડાલોર જિલ્લામાં ફટાકડા ફેકટરીમાં થયેલા વિસ્ફોટમાં પાંચ લોકોનાં મોત અને ચારને ઇજા થઈ છે.
કટુમાનનરકોઇલ સ્થિત ફટાકડા ફેકટરીમાં થયેલા વિસ્ફોટના કારણો હજુ સુધી મળી શક્યા નથી. પોલીસ વિસ્ફોટના કારણ શોધવા માટે તપાસ કરી રહી છે, તપાસનીશ સ્થળ પર છે. ફેક્ટરી તમિલનાડુની રાજધાની ચેન્નાઈથી 190 કિલોમીટરના અંતરે કુડ્ડાલોર જિલ્લાના કટ્ટુમનરકોઇલમાં છે.
Tamil Nadu: Death toll rises to seven in Cuddalore fire incident, says SP M Sree Abhinav https://t.co/lGY1REwZpl pic.twitter.com/WBgOOJVbbt
— ANI (@ANI) September 4, 2020
વિસ્ફોટમાં 7 ના મોત
એસપી એમ શ્રી અભિનવે જણાવ્યું કે, કુડ્ડાલોર આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને સાત થઈ ગયો છે.
ગયા વર્ષે ઉત્તર ભારતમાં ફટાકડા ફેકટરીમાં થયેલા મોટા વિસ્ફોટમાં 21 થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને આશરે 16 ઘાયલ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
