રાજ્યમાં કોરોનાનું જોર વધ્યુ છે. ત્યારે આવા ખરાબ સમયમાં ભાજપનાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીએ હાઈકોર્ટમાં પોતાને જામીન મળે તે માટે અરજી કરી છે. તેમણે 30 દિવસનાં વચગાળાનાં જામીન માંગ્યા છે. તેમણે પોતાની અરજીમાં રજૂઆત કરી છે કે, મારા પરિવારનાં 14 સભ્યોન કોરોનાની ઝપટમાં છે, ત્યારે પરિવારની નાણાકીય વ્યવસ્થા ગોઠવવા માટે તેમનુ ઘરે જવુ જરૂરી છે.
આપને જણાવી દઇએ કે, સી.બી.આઇ.એ હાઇકોર્ટમાં દીનુ સોલંકીની જામીનનો વિરોધ કર્યો છે. કોર્ટે દીનુ સોલંકીને સૂચના આપી છે કે, શક્ય હોય તો વીડિયો કોન્ફરન્સિંગથી પરિવારનાં સભ્યો સાથે વાતચીત કરી લો.
આપને જણાવી દઈએ કે, આ કેસની વધુ સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરવામાં આવશે. અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે તે અત્યારે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે અને વતનમાં પરિવારના 14 સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે તેનો પરિવાર જ્યાં રહે છે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
પરિવારના સભ્યોની સારવાર માટેની વ્યવસ્થા કરવા માટે તેમજ ડોક્ટરની સલાહ માટે તેમનું બહાર નીકળવું જરૂરી છે. પરિવાર અત્યારે ગંભીર અને નાજુક સમયમાંથી પસાર થઇ રહ્યો હોવાથી પરિવારના મોભી તરીકે ત્યાં તેમની પ્રત્યક્ષ હાજરી જરૂરી છે. જેના માટે ૩૦ દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામા આવે.
દીનુ સોલંકીની જામીન અરજીનો સી.બી.આઇ. તરફથી વિરોધ કરવામાં આવ્યો હતો. સીબીઆઈની દલીલ હતી કે આરોપીને અત્યારે કન્ટેઇનમેન્ટ ઝોનમાં જવાની મંજૂરી આપી શકાય નહીં. આ ઉપરાંત તેઓ જેલમાંથી પણ જરૂરી વ્યવસ્થા કરી શકે છે, હાઇકોર્ટે પણ આરોપી ને શક્ય હોય તો વીડિયો કોન્ફરન્સિંગથી વાતચીત કરવા મૌખિક સૂચના આપી છે
.ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ દરમિયાન દીનુ સોલંકી દ્વારા ચોથી વખત વચગાળઆના જામીન માગવામાં આવ્યા છે. એપ્રિલ મહિનામાં કોરોનાના સંક્રમણ અંગે રજૂઆત કરી જામીન મંગાયા હતા અને બાદમાં અરજી પરત ખેંચવામાં આવી હતી. મે મહિનામાં પણ કોરોનાના સંક્રમણના ગ્રાઉન્ડ પર વચગાળાના જામીન મગાયા હતા અને અરજી ફગાવવામાં આવી હતી. જુલાઇ મહિનામાં કરાયેલી અરજીમાં રજૂઆત કરાઇ હતી કે દીનુ સોલંકીના બહેનનું અવસાન થયું હોવાથી ઉત્તરક્રિયા માટે જામીન જોઇએ છે. આ વખતે કોર્ટે ચાર દિવસના વચગાળાના જામીન આપ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
