Not Set/ બલુચિસ્તાનમાં પાકિસ્તાની મહિલા પત્રકારની ગોળી મારી હત્યા

  બલુચિસ્તાનનાં કેચ જિલ્લાના તુર્બત વિસ્તારમાં શનિવારે સાંજે એક મહિલા પત્રકારની તેના ઘરે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પત્રકારનાં પતિ પર હત્યાનો આરોપ હોવાનુ સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, પાકિસ્તાનમાં ઘરેલુ હિંસાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શાહિના શાહીન પીટીવીમાં લોકલ એન્કર અને એક સ્થાનિક મેગેઝિનની સંપાદક હતી. તે બલુચિસ્તાન […]

World
 

બલુચિસ્તાનનાં કેચ જિલ્લાના તુર્બત વિસ્તારમાં શનિવારે સાંજે એક મહિલા પત્રકારની તેના ઘરે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પત્રકારનાં પતિ પર હત્યાનો આરોપ હોવાનુ સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, પાકિસ્તાનમાં ઘરેલુ હિંસાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

શાહિના શાહીન પીટીવીમાં લોકલ એન્કર અને એક સ્થાનિક મેગેઝિનની સંપાદક હતી. તે બલુચિસ્તાન યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સની વિદ્યાર્થી પણ હતી. એવું માનવામાં આવે છે કે તેના પતિએ શાહિનની હત્યા કરી હતી, કારણ કે તે બલુચિસ્તાનમાં નોંધપાત્ર પ્રસિદ્ધિ મેળવી રહી હતી. 2018 નાં અહેવાલમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે, બલુચિસ્તાનમાં સમ્માનનાં નામે 30 મહિલાઓ સહિત 50 લોકોની હત્યા કરવામાં આવી છે. આ અહેવાલ ધ ઓરાત ફાઉન્ડેશન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. આ સંસ્થા મહિલા અધિકારનાં રક્ષણ માટે કામ કરી રહી હતી.

પ્રોગ્રામ ઓફિસર મુહમ્મદ અશફાક મેંગલનાં જણાવ્યા મુજબ, પીડિતોને મોટા ભાગનાં નજીકનાં કુટુંબીજનો દ્વારા હત્યા કરવામા આવી હતી, જેમા કથિત સમ્માન અને નાના કૌટુંબિક ઝગડાનાં નામ પર પતિ, ભાઈ અને અન્ય કુટુબીજનો સામેલ હતા. શાહીનના મોત પાછળ પણ આવું જ દેખાય છે. પોલીસ અધિક્ષક નજીબુલ્લાહ પંડરાનીએ જણાવ્યું હતું કે, આ હત્યા ઘરેલું હિંસાનું પરિણામ છે. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. જોકે, શાહીનનાં પરિવારે તેના પતિ સામે એફઆઈઆર નોંધાવી હતી, જેના તેમણે પાંચ મહિના પહેલા લગ્ન કર્યા હતા. પોલીસે જણાવ્યું કે તેમના મૃતદેહને દફન માટે તેમના નિવાસ સ્થાને ખસેડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.