Iran Isaraial war/ સીઝફાયર માટે પાકિસ્તાનના પ્રસ્તાવ પર ઈરાનનો વિચાર, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઇનકાર

Iran પાકિસ્તાનના સીઝફાયર પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે, પરંતુ અસ્થાયી સમજૂતી માટે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ખોલવાનો ઇનકાર કર્યો. ટ્રમ્પના અલ્ટીમેટમ પર આપ્યો સણસણતો જવાબ.

World Trending
Iran US Ceasefire

Iran US Ceasefire: ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ તણાવ વચ્ચે શાંતિની એક આશા જાગી છે, પરંતુ તેની સામે મોટી શરતો પણ મુકાઈ છે. ઈરાન હાલમાં યુદ્ધવિરામ (સીઝફાયર) માટે પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. તેહરાને આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી છે, પરંતુ ઈરાનની સેના (IRGC) હાલમાં વિશ્વના સૌથી મહત્વના જળમાર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) ને ખોલવા માટે બિલકુલ તૈયાર નથી.

અસ્થાયી સીઝફાયર માટે હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખુલે: Iran

પ્રાપ્ત વિગતો અનુસાર, ઈરાન અમેરિકા અને ઈઝરાયેલ સાથેની જંગમાં યુદ્ધવિરામ તો ઈચ્છે છે, પરંતુ તે સમજૂતીના સૌથી અગત્યના પાસા એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ને ખોલવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યું છે. ઈરાની અધિકારીઓએ ન્યૂઝ એજન્સી રોયટર્સને જણાવ્યું છે કે, તેમને પાકિસ્તાન તરફથી સીઝફાયરનો એક પ્રસ્તાવ મળ્યો છે અને તેની સમીક્ષા ચાલી રહી છે. પરંતુ તેહરાનનું સ્પષ્ટ કહેવું છે કે માત્ર એક ‘અસ્થાયી’ (Temporary) સીઝફાયરના બદલામાં તેઓ હોર્મુઝ સ્ટ્રેટ પરનો પ્રતિબંધ હટાવશે નહીં.

દબાણ કે અલ્ટીમેટમથી ઝૂકશે નહીં ઈરાન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલું અલ્ટીમેટમ આવતીકાલે રાત્રે સમાપ્ત થઈ રહ્યું છે. આ ડેડલાઈન અંગે પ્રતિક્રિયા આપતા ઈરાની અધિકારીઓએ આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે, ઈરાન પર કોઈ પણ પ્રકારનું દબાણ નાખીને કે ડેડલાઈન આપીને યુદ્ધવિરામ કરાવી શકાય નહીં. ઈરાનને શંકા છે કે અમેરિકા ‘કાયમી યુદ્ધવિરામ’ (Permanent Ceasefire) ને લઈને ગંભીર નથી.

શું હતો સીઝફાયરનો ડ્રાફ્ટ?

અગાઉ એવી માહિતી સામે આવી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચે દુશ્મનાવટનો અંત લાવવા માટે એક ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. જેમાં બે-સ્તરીય (Two-tier) સીઝફાયર લાગુ કરવાનો અને ત્યારબાદ અંતિમ કરાર કરવાનો ઉલ્લેખ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રાફ્ટમાં એવી શરત હતી કે જો બંને દેશો સંમત થાય તો તાત્કાલિક સીઝફાયરની જાહેરાત કરવામાં આવશે અને ઈરાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ખોલી દેશે. ત્યારબાદ 15 થી 20 દિવસમાં બંને દેશો વચ્ચે અંતિમ સમજૂતી થશે. જોકે, ઈરાને આ કામચલાઉ શરત માનવાનો ઇનકાર કરી દીધો છે.


આ પણ વાંચો : ઇરાને અમેરિકાનું C-130 વિમાન પાડી દીધું હોવાનો દાવો!

આ પણ વાંચો :  ઈરાનમાં 48 કલાકથી ફસાયેલા અમેરિકન પાયલટનું સુરક્ષિત રેસ્ક્યુ

આ પણ વાંચો : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં તેહરાન યુનિવર્સિટી પર હવાઈ હુમલો