Not Set/ IPL 2020/ દિલ્હી કેપિટલ્સ સંકટમાં, ટીમનો એક મુખ્ય સભ્યનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

  ક્રિકેટ રસીયાઓ IPL 2020 ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. પરંતુ આ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ કોરોનાએ અહી એન્ટ્રી કરી દીધી છે. જી હા એકવાર ફરી કોરોનાએ એક ટીમ માટે મોટી મુસિબત ઉભી કરી દીધી છે. આ ટીમ દિલ્હી કેપિટલ્સ છે, જેમનો એક સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ટીમ સંકટમાં મુકાઇ છે. […]

Uncategorized
 

ક્રિકેટ રસીયાઓ IPL 2020 ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. પરંતુ આ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ કોરોનાએ અહી એન્ટ્રી કરી દીધી છે. જી હા એકવાર ફરી કોરોનાએ એક ટીમ માટે મોટી મુસિબત ઉભી કરી દીધી છે. આ ટીમ દિલ્હી કેપિટલ્સ છે, જેમનો એક સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ટીમ સંકટમાં મુકાઇ છે.

આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સનાં મદદનીશ ફિઝીયોથેરાપિસ્ટ કોવિડ-19 પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. ફ્રેન્ચાઇજીએ રવિવારે એક નિવેદન બહાર પાડીને આ અંગે માહિતી આપી હતી. ફ્રેન્ચાઇઝીએ કહ્યું છે કે, દુબઈ પહોંચ્યા પછી તેમના પ્રથમ બે ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા પરંતુ ત્રીજો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

ફ્રેન્ચાઇઝીએ એક નિવેદનમાં કહ્યું, “દિલ્હી કેપિટલ્સનાં આસિસ્ટન્ટ ફિઝીયોથેરાપિસ્ટનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે તેમની ફરજિયાત ક્વોરેન્ટાઇનમાંથી પસાર થઈ રહ્યા હતા અને દુબઈ આવ્યા બાદ તેમના પ્રથમ બે ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ ત્રીજો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.” એક રાહત એ છે કે સહાયક ફિઝીયોથેરાપિસ્ટ હજી સુધી કોઈનાં સંપર્કમાં આવ્યા નથી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “તેને હજી ખેલાડીઓ સાથે મુલાકાત કરવાની હતી અને એક સારી વાત એ છે કે, કોઈ પણ ખેલાડી, સ્ટાફ સાથે સંપર્કમાં આવ્યો ન હતા. તેમને તુરંત જ આઇસોલેશન કરી દેવામાં આવ્યા છે અને હાલમાં તે દુબઈમાં આઇપીએલ આઇસોલેશન સુવિધામાં છે અને આગામી 14 દિવસ સુધી અહી જ રહેશે.“ દિલ્હી કેપિટલ્સની ટીમમાં જોડાવા માટે, તેમના બે કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવવા જરૂરી છે. ફ્રેન્ચાઇઝીની તબીબી ટીમ સતત સંપર્કમાં છે.” દિલ્હી પહેલા ચેન્નઈ સુપર કિંગ્સનાં 13 સભ્ય જેમા બે ખેલાડીઓ સામેલ હતા, કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ, રાજસ્થાન રોયલ્સનાં ફિલ્ડિંગ કોચ દિશાંત યાજ્ઞિક પણ કોવિડ-19 સંક્રમણ થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.