Not Set/ પોલીસ સ્ટેશનમાં જુગારીયાઓ સામે જ પોલીસકર્મી બન્યા શકુની, જુગાર રમતો વિડીયો વાયરલ

રાજ્યમાં અવારનવાર જુગારીઓ જુગાર રમતા પકડાય છે. અને ઘણીવાર આ જુગારીઓને પોલીસ પકડતી હોય છે. પરંતુ હાલ એક વિચિત્ર ઘટના સામે અવી છે. જ્યાં પોલીસ પોતેજ જુગારીઓ સામે જ જુગાર રમતી જોવા મળી રહી છે. હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પોલીસ પોતે જ પોતાનું કર્તવ્ય ભૂલી જુગારીઓ સામે જુગારની […]

Gujarat Others

રાજ્યમાં અવારનવાર જુગારીઓ જુગાર રમતા પકડાય છે. અને ઘણીવાર આ જુગારીઓને પોલીસ પકડતી હોય છે. પરંતુ હાલ એક વિચિત્ર ઘટના સામે અવી છે. જ્યાં પોલીસ પોતેજ જુગારીઓ સામે જ જુગાર રમતી જોવા મળી રહી છે. હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પોલીસ પોતે જ પોતાનું કર્તવ્ય ભૂલી જુગારીઓ સામે જુગારની મજા માણતિ જોવા મળી રહી છે.

મળતી માહિતી અનુસાર, ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ આરોપીઓની સામે જ જુગાર રમતા હોવાથી પોલીસ વિભાગમાં ભારે ચર્ચા જાગી છે. આ ઘટના બાદ સમગ્ર ગુજરાત પોલીસ બેડમાં ખળભળાટ મચી ગયો છે. હકિકત તપાસવા જિલ્લા પોલીસ વડાએ એલસીબીના વડા જે.એમ.ચાવડાને તપાસ કરવા આદેશ આપ્યો છે. એલસીબીની તપાસ બાદ હવે સમગ્ર ઘટના વિષે જાણ થઈ શકે છે.

પોલીસ વડાના જણાવ્યા અનુસાર, હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે આ વિડીયો ખંભાળિયા પોલીસ સ્ટેશનનો છે. જોકે, હાલમાં આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે. ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક જુગારના કેસમાં 3 જેટલા આરોપીઓને પોલીસે પકડ્યા હતા અને ત્યાર બાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જે સમયે આરોપીઓને બેસાડી તેની સામે જ પોલીસ કર્મીઓ ગંજીપાના ઢિંચતા હોવાનો એક વીડિયો વાઇરલ થયો છે.

આ વીડિયો જન્માષ્ટમી તહેવારના દિવસો આસપાસનો હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે. દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીએ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા એલસીબીને તપાસ સોંપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.