Not Set/ સળગતા સવાલ/ સારધાર આજે પણ પાણીમાં, પરંતુ નિંદ્રાધીન શાસકોના પેટનું નથી હલતું પાણી ?

રાજકોટ જીલ્લાનું સરધાર શહેર દયનીય હાલતમાં જોવામાં આવી રહ્યું છે. વરસાદ રોકાયાને દિવસોનાં દિવસો વિતી ગયા છે પણ સરધારની બજારોમાં પાણી હજુ પણ પાણી ભરાયેલાં જ ભરાયેલાં જોવામાં આવી રહ્યું છે. ગામ અને વિસ્તારમાં સતત પાણી ભરાયેલા રહેવાનાં કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. સરધારની બજારો અને ગલીઓ વરસાદ રોકાયાનાં અનેક દિવસ બાદ પણ પાણીમાં જોવામાં આવી રહી છે અને […]

Gujarat Rajkot

રાજકોટ જીલ્લાનું સરધાર શહેર દયનીય હાલતમાં જોવામાં આવી રહ્યું છે. વરસાદ રોકાયાને દિવસોનાં દિવસો વિતી ગયા છે પણ સરધારની બજારોમાં પાણી હજુ પણ પાણી ભરાયેલાં જ ભરાયેલાં જોવામાં આવી રહ્યું છે. ગામ અને વિસ્તારમાં સતત પાણી ભરાયેલા રહેવાનાં કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે.

સરધારની બજારો અને ગલીઓ વરસાદ રોકાયાનાં અનેક દિવસ બાદ પણ પાણીમાં જોવામાં આવી રહી છે અને આ સમસ્યા આજ કાલની નથી. સરધારવાસીઓ આ ગંભીર સમસ્યાનો સામનો પાછલા અનેક વર્ષોથી સહન કરી રહ્યા છે. પાછલા 15 દિવસથી પણ વધારે સમયથી સરધારની બજારો અને રેશીઓમાં ગંદુ બોગદાનું પાણી ફરીવળેલું જોવામાં આવી રહ્યું છે. સરધરાનાં લોકો આ મામલે હાઇકોર્ટમાં પણ જઇ આવ્યા છે પણ ખેડૂતોનાં શબ્દોમાં કહીએ તો ધક્કા ખાઇ ખાઇને થાક્યા પણ કોઇ ઉકેલ આવ્યો નથી. સર્વે થાય છે અને કામ થઇ જશે તેવા આશિર્વચનો આપી દેવામાં આવે છે પરંતુ સમસ્યા જેમની તેમ જ છે. 

એક તરફ વરસાદની આગાહી છે જ અને જો હવે વરસાદ પડે તો ગામનાં 40 – 50 ઘરોમાં પાણી ઘૂસી જ ઘૂસી જાય તેવી સ્થિતિ છે. પરંતુ સરધાર પ્રશાસન ઘસઘસાટ નિંદ્રામાં છે. ઉઘાડ નીકળ્યો પણ પાણી નથી ઉતરતું ! તો પણ સરધાર પ્રશાસનના પેટનું નથી હલતું પાણી! સરધારનાં સત્તાધીશોને લાગે છે તેને કોઈ નથી જોતુ! પરંતુ કુંભકર્ણને જગાડવા મંતવ્ય ન્યૂઝનાં નગારા વાગી ચૂક્યા છે અને 30 વર્ષથી સરધારવાસીઓ જે સમસ્યાને સહન કરી રહ્યા છે તે સમસ્યાને વાચા આપવા માટે મંતવ્ય ન્યૂઝ દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. 
 
મંતવ્ય ન્યૂઝનાં પ્રશાસનને સળગતા સવાલ

  • દિવસો છતાં કેમ સરધારમાં નથી ઉતરતા પાણી?
  • કોના પાપે સરધારની બજારોમાં ભરાયા છે પાણી?
  • કાર્યવાહી કરવામાં પ્રશાસન કોની રાહ જૂએ છે?
  • નિંદ્રાધીન શાસકોના પેટનું નથી હલતું પાણી?
  • પ્રશાસને શું આંખે પાટા બાંધી રાખ્યાં છે?
  • વરસાદ રોકાયો, ઉઘાડ નીકળ્યો છતાં કેમ આમ?
  • શું નાગરિકોને ભીષણ રોગચાળામાં ધકેલી દેવાશે?
  • શું કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે તંત્ર?
  • ક્યાં સુધી આવી લાલિયાવાડી ચાલતી રહેશે? 

રાજકોટનાં સરધારમાં હજી પાણી-પાણી,મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

રાજકોટનાં સરધારમાં હજી પાણી-પાણી,મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

Posted by Mantavya on Thursday, 10 September 2020

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews