Not Set/ પોલીસે કિશોરને માર મારતા મચી ચકચાર, કિશોરને સારવાર અર્થે ખસેડાયો હોસ્પિટલ

બનાસકાંઠા, પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની ફરજ ખૂબ જ સારી રીતે નિભાવતા હોય છે. ત્યારે તેઓ ઘણીવાર પોતાની ફરજ ભુલીને ન કરવાના કાર્યો કરતા હોય છે. ત્યારે બનાસકાંઠામાં એક પોલીસ અધિકારીએ કિશોરને માર મારતા ચકચાર મચી ગઇ હતી. આ પોલીસ અધિકારીએ નિર્દયતાથી કિશોરને માથાના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો. ઉલ્લેખનીય છે, કે આ કિશોર શાળાની બાજુમાં ખેતરમાં […]

Gujarat

બનાસકાંઠા,

પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની ફરજ ખૂબ જ સારી રીતે નિભાવતા હોય છે. ત્યારે તેઓ ઘણીવાર પોતાની ફરજ ભુલીને ન કરવાના કાર્યો કરતા હોય છે. ત્યારે બનાસકાંઠામાં એક પોલીસ અધિકારીએ કિશોરને માર મારતા ચકચાર મચી ગઇ હતી.

આ પોલીસ અધિકારીએ નિર્દયતાથી કિશોરને માથાના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો. ઉલ્લેખનીય છે, કે આ કિશોર શાળાની બાજુમાં ખેતરમાં ટિફિન લઈને જતો હતો. ત્યારે આ પોલીસ અધિકારીએ લાકડાથી માથાના ભાગે માર મારતા કિશોર બેભાન થઇ ગયો હતો.

ત્યારે તાત્કાલિક આ કિશોરને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. મળતી માહિતી મુજબ, આ પોલીસ અધિકારી થરાદના આઉટ પોલીસ મથકમાં કાર્યરત છે. આ અધિકારીના વિરુદ્વમાં યોગ્ય પગલા લઇને આ માસુમ કિશોરને ન્યાય મળે તેવી સ્થાનિકોની માંગ છે.