ગુજરાતમાં ફરી એક વખત વધુ એક પરિક્ષા અને વધુ એક યુનિવર્સિટી વિવાદમાં આવી છે. ફરી એક વખત પેપર લીક કૌભાંડનું મળદુ બેઠું થઇ ધુણતું જોવામાં આવી રહ્યો છે. જી હા, સુરતની વીર નર્મદ યુનિવર્સિટીનું પેપર પરિક્ષોઓ પૂર્વે જ વોટ્સઅપમાં ફરતું થયું હોવાનું સામે આવી રહ્યું છે.
ગુજરાતમાં પેપર લીક કૌભાંડ જાણે કોમન થઇ ગયુ હોય અને પરિક્ષા મામલે વિવાદ દરેક વખતે સામે આવતા હોય તેવી હાલત જોવામાં આવી રહી છે. કોઇ પણ પરિક્ષા હોય કશું હોય કે નહીં પરંતુ વિવાદ તો હોય હોય અને હોય જ તેવી હાલત હાલ ગુજરાતમાં પરિક્ષાની છે. અરે પેપર લીક કાંડને તો હવે ગુજરાતમાં નંબર આપવા પડે તોવી હાલત છે, કારણ કે રોજ નવો પેપર લીક કાંડ સામે આવે છે.
સામે આવી રહેલા સુરત પેપર લીક કાંડની વિગત જોવામાં આવે તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી – VNSGU સંલગ્ન M.COMની પરીક્ષાનું પેપર લીક થયુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. પરીક્ષા પહેલા વોટ્સએપ પર પેપર ફરતું થયું છે. માર્ચ મહિનામાં જ પરીક્ષાનાં પેપર તૈયાર કર્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી – VNSGU સંલગ્ન M.COMની પરીક્ષા યોજાનારી છે ત્યારે વોટ્સઅપમાં પેપરો ફરતા થતા વિદ્યાર્થી આલમ સહિત સમગ્ર શિક્ષણ જગતમાં ગજબનો રોષ જોવામાં આવી રહ્યો છે.
નજીકનાં સમયમાં યોજાવવા જઇ રહેલી M.Comની પરિક્ષા પેપરનુ એકાઉન્ટનું પેપર વોટ્સઅપ પર ફરતુ થયુ છે, પરીક્ષા પહેલા વોટ્સઅપ પર પેપર ફરતુ થતા તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
જૂઓ મંતવ્ય ન્યૂઝ પર સંપૂર્ણ અહેવાલ – “કયાં શહેરમાં પરીક્ષા પહેલાં વોટસએપ પર પેપર થયું લીક? “
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
