Not Set/ બનાસકાંઠા/ ધારાસભ્ય ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત, ખેડૂતો વરસાદી પાણીથી ત્રસ્ત

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાવળા ગામનાં 200 હેકટર ખેતર હજુ પણ વરસાદી પાણીમાં ગરકાવ છે. ત્યારે કફોડી સ્થિતિમાં મુકાયેલા ખેડૂતોએ ભૂખ હડતાળ પર બેસીને સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. બનાસકાંઠાના વાવ તાલુકાના રાવળા ગામના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અહીં  છેલ્લા ત્રણ માસથી ચોમાસુ વાવણી કરેલ 200 હેકટર જેટલી ખેતીની જમીનમાં […]

Gujarat Others

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાવળા ગામનાં 200 હેકટર ખેતર હજુ પણ વરસાદી પાણીમાં ગરકાવ છે. ત્યારે કફોડી સ્થિતિમાં મુકાયેલા ખેડૂતોએ ભૂખ હડતાળ પર બેસીને સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

બનાસકાંઠાના વાવ તાલુકાના રાવળા ગામના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અહીં  છેલ્લા ત્રણ માસથી ચોમાસુ વાવણી કરેલ 200 હેકટર જેટલી ખેતીની જમીનમાં 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાયું છે.  જેના કારણે ખેડૂતોના પાક બળીને નષ્ટ પામ્યો છે. એટલું જ નહીં ખેતરમાં પાણી ભરાયેલું હોવાથી ખેડૂતો શિયાળુ પાક પણ ન કરી શકતા ચિંતામાં મુકાયા છે.

ખેતીલાયક જમીનમાં ત્રણ માસથી વરસાદી પાણી ભરાયેલું છે. માત્ર 15 હેકટર જમીન બચી છે તંત્રને વારંવાર લેખિત મૌખિખ રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ ફરક્યું નથી. પશુપાલકોને પોતાના પશુ ક્યા સુરક્ષિત રાખવા તે પણ સવાલ સતાવી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાવળા ગામની 200 હેકટર  જેટલી સિમ ખેતર વરસાદી પાણીમાં ગરકાવ ત્રણ માસથી પાણી ભરાયેલું હોવા છતાં તંત્ર કે ધારાસભ્ય ફરકયા નથી.

બનાસકાંઠાના વાવ તાલુકાના રાવળા ગામે ઉપરવાસનું વરસાદી પાણી આવતાં છેલ્લા ત્રણ માસથી ચોમાસુ વાવણી કરેલ 200 હેકટર જેટલી ખેતીની જમીનમાં 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં ખેડૂતોનો પાક બળીને નષ્ટ પામ્યો છે અને આવનારા શિયાળુ રવિ પાક પણ ખેડૂતો ન કરી શકવાના કારણે સમગ્ર રાવળા ગામના લોકો ચિંતિત બન્યા છે .

ગામની બાજુમાં માતાજીનું ધામ આવેલું છે માતાજીના ધામને પણ વરસાદી પાણીએ ગરકાવ કરતાં ગ્રામજનો માતાજીના ધામ સુધી ન જઈ શકતાં વચ્ચે રસ્તામાં બેસી ધૂપ દીપ પ્રસાદી તેમજ નવરાત્રીમાં આરાધના કરવાનો વારો આવ્યો હતો.  ખેડૂતોએ પ્રથમ વરસાદે પોતાના ખેતરોમાં મોંઘા ભાવનું બિયારણ લાવી ખેતી કરી હતી.  પરંતુ અવીરત વરસાદ શરૂ રહેતાં અને ઉપરવાસનું પાણી આવતાં રાવળા ગામને એનને ખેતરોને ઘમરોળીને મૂકી દીધું છે અને 200 હેકટર જમીનમાં છેલ્લા ત્રણ માસથી 3 ફૂટ જેટલા પાણીનો સંગ્રહ રહેતાં ખેડૂતોની વાવણી કરેલો પાક પાણીમાં રહી જવા પામતાં પરિવારનું ભરણ પોષણ તેમજ પશુઓ નિભાવવા મુશ્કેલી સર્જાઈ છે

ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ત્રણ માસથી વરસાદી પાણી ભરાયેલું છે માત્ર 15 હેકટર જમીન બચી છે તંત્રને વારંવાર લેખિત મૌખિખ રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ ફરક્યું નથી અમારી કોઈ રજુઆત સાંભળતું નથી. વાવ વિધાનસભા બેઠકના કોગ્રી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર થરાદ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં પ્રચારમાં વ્યસ્ત છે ખેડુતોના પાક વીમા વિષે મોટા મોટા પ્રચાર કરી ભાજપ સરકાર ઉપર આક્ષેપો કરી રહ્યાં છે પરંતુ પોતાના મત વિસ્તારના રાવળા ગામે ફરકવાનો હજુ સુધી સમય મળ્યો નથી આથી વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ઉપર ગ્રામજનોએ રોષ વ્યકત કર્યો હતો ગેનીબેન ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત ખેડૂતો વરસાદી પાણીથી ત્રસ્ત

ગ્રામજનો તેમજ ગ્રૂપગ્રામપંચાયતના સરપંચે જણાવ્યું હતું કે વરસાદી પાણીનો નિકાલ ન થતાં ચોમાસુ સિઝન અમો લઈ શક્યા નથી અને આવનારી શિયાળુ રવિ પાક પણ એમો કરી શકીએ તેમ નથી છતાં સરકાર દ્વારા અમારા ગામની નોંધ ન લેવાતાં અમો અમારા પરિવાર સાથે વાવ મામલતદાર કચેરી ખાતે ધરણા ધરી ભૂખ હડતાળ ઉપર બેસી સરકાર સામે આંદોલન કરી ન્યાયની માગણી કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.