Not Set/ જહાજમાંથી કટિંગ કરાયેલો સ્ક્રેપ ફેરવતા લોખંડનો વિશાળ ટુકડો નીચે પટકાયો

અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં જહાજમાંથી કટિંગ કરાયેલો સ્ક્રેપ ફેરવતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. જહાજમાંથી કાપવામાં આવેલો લોખંડનો મોટો સ્ક્રેપ ફેરવતા સમયે નીચે પટકાયો હતો. ભારે વજનનો સ્ક્રેપ ફેરવતા ક્રેઇનના હુક માંથી છૂટો પડી વિશાળકાય ટુકડો નીચે પટકાયો હતો.  જો કે અકસ્માત સમયે કામદારો દૂર હોવાથી કોઈ પ્રકારની જાનહાનિ થઇ નથી. 

Gujarat Others
  • ક્રેઇન ના હુક માથી છૂટો પડી વિશાળ ટુકડો નીચે પટકાયો
  • અલંગ બનેલી ઘટનામાં બે ક્રેઇન તૂટી ગઈ હતી
  • પ્લોટ નંબર V-1 માં જહાજ માથી સ્ક્રેપ ઉતરતા સમયે બની ઘટના
  • જોકે અકસ્માત સમયે કામદારો દૂર હોવાથી કોઈ પ્રકારની જાનહાનિ નથી થઈ

અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં જહાજમાંથી કટિંગ કરાયેલો સ્ક્રેપ ફેરવતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. જહાજમાંથી કાપવામાં આવેલો લોખંડનો મોટો સ્ક્રેપ ફેરવતા સમયે નીચે પટકાયો હતો. ભારે વજનનો સ્ક્રેપ ફેરવતા ક્રેઇનના હુક માંથી છૂટો પડી વિશાળકાય ટુકડો નીચે પટકાયો હતો.  જો કે અકસ્માત સમયે કામદારો દૂર હોવાથી કોઈ પ્રકારની જાનહાનિ થઇ નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ઉદ્યોગપતિ સંજય મહેતાના પ્લોટ નંબર V-1 માં જહાજમાંથી કટિંગ કરાયેલો સ્ક્રેપ ક્રેઇન મારફત પ્લોટમાં ફેરવવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન લોખંડનો વિશાળ  ટુકડો ક્રેઇનમાંથી છૂટો પાડીને નીચે પટકાયો હતો. જો કે સર્જાયેલી ઘટનામાં કામદારો દૂર ઊભા હોવાથી કોઈ પણ પ્રકાર ની જાનહાનિ થઈ નથી.

લોખંડનો વિશાળ ટુકડો ક્રેઇન દ્વારા નીચે ઉતરવાની કામગીરી  ચાલી રહી હતી તે દરમિયાન અચાનક ક્રેઇનના હુકમાંથી તે આ ટુકડો છૂટો પડી ગયો હતો, અને બાજુમાં જ ઊભેલી બીજી ક્રેઇનની ઉપર પટકાયો હતો, તેમજ જે ક્રેઇનમાંથી છૂટો પડી ગયો હતો તે ક્રેઇનનું બૂમ પણ તૂટી ગયું હતું, જેથી કુલ બે ક્રેઇનમાં નુકશાન થયું હતું.

ઉલ્લેખનીય છે કે અહીં યાર્ડમાં સંપૂર્ણ સેફટી સાથે કામકાજ થાય છે. છતાય અવારનવાર નાની મોટી દુર્ઘટના બનતી જ હોય છે. અહીં કામ કરતા  કામદારો માટે હેલ્મેટ, ખાસ પ્રકારના ચશ્મા, ડ્રેસ કોડ, અને હેવી બુટ ઉપયોગમાં લેવામાં આવે છે.