સુરત ના અઠવાલાઇન્સ વિસ્તારની કોલેજમાં અભ્યાસ કરતી અને કતારગામમાં રહેતી યુવતીને બિભત્સ નજરે જોયા કરનાર સિટીલીંક બસના ડ્રાઇવરે પીઠ પર થપ્પો મારી માથું પકડી રાખી આજે તો તારૂ મોઢું જોવું જ છે એમ કહી મોંઢા પર બાંધેલી ઓંઢણી ખેંચી લીધી હતી. અને અશ્લીલ હરકત કરતા મામલો કતારગામ પોલીસમાં પહોંચ્યો હતો. યુવતીએ હિંમત દર્શાવી પોલીસ ફરિયાદ દાખલ કરતા આખો મામલાઓ સામે આવ્યો હતો.
સુરતમાં યુવતીઓ નથી સેફ ??? બસ ડ્રાઈવર ની અશ્લીલ હરકત
શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી અને અઠવાલાઇન્સ વિસ્તારની આવેલી એક કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ ગત સવારે 7 વાગ્યે રાબેતા મુજબ તેની બે ફ્રેન્ડ સાથે કતારગામ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી સિટીલીંકની ગ્રીન કલરની બીઆરરટીએસ રૂટ નં. 2 ની બસમાં બેસી કોલેજ જવા નીકળી હતી. કોલેજ માટે બીઆરટીએસ બસમાં અપડાઉન કરતી યુવતીને છેલ્લા કેટલાક સમયથી બસના ડ્રાઇવર ખરાબ નજરે જોતો હતો.
પરંતુ યુવતી તેને નજર અંદાજ કરતી હતી. બસ તેના નિયમીત રૂટ થઇ અડાજણ બસ ડેપોની સામે સિટીલીંકના બસ સ્ટેન્ડ પાસે ડ્રાઇવરે બસ ઉભી રાખી હતી. બસમાં યુવતી અને તેની બે ફ્રેન્ડ સિવાય બીજું કોઇ મુસાફર ન હતું. આ તકનો ગેરલાભ લઇ ડ્રાઇવર તેના કેબીનમાંથી ઉતરી યુવતી બસના આગળના દરવાજા પાસેની સીટ બેઠી હતી ત્યાં પાછળથી ઘસી આવ્યો હતો. અને યુવતીની છેડતી કરી હતી. ડ્રાઇવરે યુવતીને પીઠ પર થપ્પો મારી કહ્યું હતું કે તારૂ મોઢું બતાવ, મારે તારૂ મોઢું જોવું છે. પરંતુ યુવતીએ મોંઢા પર ઓંઢણી બાંધેલી હોય તેણે કોઇ જવાબ આપ્યો ન હતો. છતાં પણ ડ્રાઇવરે યુવતીનું માથું પાછળના ભાગેથી પકડી ઓંઢણી ખેંચવા લાગ્યો હતો અને આજે તો હું તારૂ મોંઢું જોઇને જ રહીશ. ડ્રાઇવરે ઓંઢણી ખેંચતા યુવતી અને તેની બંને ફ્રેન્ડ ડરી ગઇ હતી. ત્યાર બાદ ડ્રાઇવર બસમાંથી ઉતરીને ચાલ્યો ગયો હતો.
કોલેજની યુવતી સાથે જાહેરમાં અશ્લીલ હરકત
સરાજાહેર પોતાની સાથે થયેલી આઘાત જનક ઘટનાથી યુવતી અને તેની ફ્રેન્ડ ડરી ગઇ હતી અને કોલેજથી પરત ઘરે ગયા બાદ પરિવારને જાણ કરી હતી. આખરે આ યુવતીની હિમતને દાદ આપવી જોઈએ બાદમાં યુવતી એ પરિવારને કહેતા કતારગામ પોલીસમાં ફરીયાદ નોંધાવતા ડ્રાઇવર કરણ કાત્રોડીયાની અટકાયત કરી હતી. જ્યારે આ બાબતે સુરત પોલીસ અને SMC દ્વારા ડ્રાઈવરો અને કંડકટરને સૂચનો કરવા જરૂરી રહે છે.
Life Management / રાજા જંગલમાં ફસાઈ ગયો, એક પોપટે ડાકુઓને જાણ કરી, બીજાએ રાજાને બચાવ્યો… પછી શું થયું?
આસ્થા / આ ગ્રહ અશુભ ફળ આપે છે, લોહી સંબંધિત રોગ થાય છે, નાની-નાની વાત પર આવે છે ક્રોધ
