Not Set/ સુરત/ સગાઇ તોડતા મંગેતરે સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો વાયલર, સગીરાનો આપઘાતનો પ્રયાસ

રાજ્યમાં સતત આત્મહત્યાના કેસ વધી રહ્યા છે. આત્મહત્યા જેવું અંતિમ પગલું  આજકાલનાં યુવાઓ ભરતા પહેલા વિચાર પણ નથી કરતા પ્રેમ સબંધમાં દૂરી આવે, સગાઇ તૂટી જાય કે અન્ય કોઈ કારણોસર થોડી પણ મુશ્કેલી આવી નથી કે, તેઓ ડિપ્રેશનમાં જઈને આવું અંતિમ પગલું ભરવા માટે તૈયાર થઇ જાય છે. આવામાં આત્મહત્યા કરવાનો વધુ એક કિસ્સો સામે […]

Gujarat Surat

રાજ્યમાં સતત આત્મહત્યાના કેસ વધી રહ્યા છે. આત્મહત્યા જેવું અંતિમ પગલું  આજકાલનાં યુવાઓ ભરતા પહેલા વિચાર પણ નથી કરતા પ્રેમ સબંધમાં દૂરી આવે, સગાઇ તૂટી જાય કે અન્ય કોઈ કારણોસર થોડી પણ મુશ્કેલી આવી નથી કે, તેઓ ડિપ્રેશનમાં જઈને આવું અંતિમ પગલું ભરવા માટે તૈયાર થઇ જાય છે. આવામાં આત્મહત્યા કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

સુરતના નાનપુરામાં રહેતી 15 વર્ષની સગીરાને મુંબઈના એક યુવાન સાથે પ્રેમ થયો અને ત્યારબાદ બંનેની સગાઇ કરવામાં આવી સગાઇ બાદ યુવક તેની મંગેતરનાં ઘરે રહેવા માટે આવ્યો. જે દરમિયાન કોરોના મહામારીને કારણે લોકડાઉન થઇ ગયું અને યુવક ત્યાં જ ફસાઈ ગયો.

જે બાદ યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જણાવી દઈએ કે, સગીરા ધર્મગુરુના કાર્યક્રમમાં ગઈ હતી. જ્યાં તેની મુલાકાત મુર્તુઝા સાથે થઇ હતી. મુર્તુઝા પણ ત્યાં સેવા માટે મુંબઇથી આવ્યો હતો. બંને વચ્ચે પ્રેમ થતા પરિવારે જાન્યુઆરી-20માં સગાઈ નક્કી કરી 18 વર્ષની થયા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું.

સગાઈ થયા પછી યુવક તેના ઘરે રહેવા લાગ્યો હતો. તેવામાં લોકડાઉન આવતા મે સુધી યુવક તેના ઘરે રહ્યો હતો. થોડા મહિનામાં બંનેે વચ્ચે મનમેળ ન થતાં મે મહિનામાં સગીરાના ફેમિલીએ સગાઈ તોડી નાખી હતી. જેથી યુવક મુંબઈ જતો રહ્યો હતો. મુંબઈમાં જઈ યુવકે સગીરાના બિભત્સ વિડીયો અને ફોટો સોશિયલ મિડીયા પર અપલોડ કરી તેને મારી નાખવાની ધમકી આપી હતી. સોશિયલ મિડીયા પર વિડીયો અને ફોટો વહેતા થતા સગીરાની બદનામી થઈ હતી. બદનામીના ડરને કારણે સગીરાએ 11મી તારીખે પોતાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે અને તેની તબિયત સુધારા પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.