બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજે તેનો 40 મો જન્મદિવસ મનાવી રહી છે. આ ખાસ દિવસે તેણે એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં પરિવારના સભ્યો શામેલ હતા. ગ્લેમર અને સ્ટાઈલ ક્વીન કરીના કપૂર ખાન આ પાર્ટીમાં મેકઅપ વિના જોવા મળી હતી. બહેન કરિશ્મા કપૂરે પાર્ટીના કેટલાક ફોટોઝ શેર કરતી વખતે કરીના કપૂર ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘બર્થ-ડે ગર્લ, અમે બધા તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. જન્મદિવસ ની શુભકામના. ‘
કરિશ્મા કપૂરે તે ફોટા શેર કર્યા છે જેમાં સૈફ અલી ખાન, પિતા રણધીર કપૂર, માતા બબીતા કપૂર અને કેટલાક નજીકના સંબંધીઓ અને મિત્રો જોવા મળી રહ્યા છે. આ સિવાય કરીના કપૂર ખાન પણ કેક સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણી તેના પર્સનલ લાઈફથી લઈને પ્રોફેશનલ લાઈફના અપડેટ્સ ચાહકો સાથે શેર કરતી રહે છે. જન્મદિવસના એક દિવસ પહેલા, કરીના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કરતાં લખ્યું હતું કે, “જેવું જ હું મારા 40 માં વર્ષમાં એન્ટર કરી રહી છું. હું બેસવા માંગું છું અને પ્રેમ કરવા, હસવું, માફ કરવા, ભૂલવું અને સૌથી અગત્યનું પ્રાર્થના કરવા અને મને શક્તિ આપવા બદલ આભાર. ઓહ! બિગ 40…
કરીના હાલમાં તેની પ્રેગ્નન્સીની મજા માણી રહી છે. પોતાને ફીટ રાખી રહી છે. કરીના કપૂર ખાન ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં જોવા મળશે. તાજેતરમાં એક સમાચાર આવ્યા હતા કે ફિલ્મમાં કરીનાના બેબી બમ્પને છુપાવવા માટે VFX નો ઉપયોગ કરવામાં આવશે. ‘લાલ સિંહ ચડ્ડા’ માટે કરીના હજી 100 દિવસનું શૂટિંગ કરી શકી નથી. આવી સ્થિતિમાં, તે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં ફિલ્મની ટીમમાં જોડાશે અને તેના ભાગનું શૂટિંગ પૂર્ણ કરશે તેવી સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
