લોકપ્રિય ટીવી શો ‘યે રિશ્તા હૈ પ્યાર કે’ ટૂંક સમયમાં બંધ થવા જઇ રહ્યો છે. તાજેતરમાં તેની માહિતી મળી હતી. આ શો બંધ થતાં ચાહકો નિરાશ થયા છે. ચાહકોએ પણ ચેનલ અને નિર્માતાઓને શોના વિસ્તરણ માટે અપીલ કરી. હવે આ શો વિશે નવા સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોની બીજી સીઝન શરૂ થશે, જે આવતા વર્ષે લોન્ચ થઈ શકે છે. જો કે, હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
એક અહેવાલમાં સુત્રોના આધારે જણાવ્યું હતું કે, ઓછી ટીઆરપીના કારણે શો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન આઈપીએલ, બિગ બોસ 14 અને કેબીસી 12 શરૂ થવાની છે. આવી સ્થિતિમાં, જાણવા મળ્યું કે શોની ટીઆરપીમાં કૂદકો લગાવવાની સંભાવના ખૂબ ઓછી છે. આ કારણોસર જ મેકર્સે શોને ઓફ એર કરવાનું નક્કી કર્યું.
નોંધપાત્ર વાત એ છે કે ‘યે રિશ્તા હૈ પ્યાર કે’, શહિર શેઠ, રિયા શર્મા, કાવેરી પ્રિયમ, અવિનાશ મિશ્રા અને અન્ય સ્ટાર્સ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. શહિર શેઠ, રિયા અને કાવેરીએ શો બંધ થયાના સમાચાર પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આ મહિના સુધી બધા સ્ટાર્સ આ શો માટે શૂટિંગ કરશે.
યે રિશ્તા હૈ પ્યાર કે શોનો છેલ્લો એપિસોડ 17 ઓક્ટોબરના રોજ ટેલિકાસ્ટ થશે. આ શોને બદલે ચાહકો હવે સાથ નિભાના સાથિયા 2 જોઈ શકશે. મળતી માહિતી મુજબ આ શો 19 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. યાદ અપાવી દઈએ કે’યે રિશ્તા હૈ પ્યાર કે’ શો માર્ચ 2019 માં શરૂ થયો હતો. આ શોને લોકોએ ખૂબ પસંદ કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
