Not Set/ પંજાબનાં મોહાલીમાં ઘટી મોટી દુર્ઘટના, ઈમારત ધરાશાયી થવાથી બે લોકોનાં થયા મોત

  પંજાબમાં મોહાલી જિલ્લાનાં ડેરાબસ્સી વિસ્તારમાં કે સમયે હંગામો થયો જ્યારે એક બહુમાળી બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે. એનડીઆરએફનાં ડાયરેક્ટર જનરલ એ ટ્વિટ કર્યું છે કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ઘણા હજુ કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. અત્યાર […]

Uncategorized
 

પંજાબમાં મોહાલી જિલ્લાનાં ડેરાબસ્સી વિસ્તારમાં કે સમયે હંગામો થયો જ્યારે એક બહુમાળી બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલુ છે. એનડીઆરએફનાં ડાયરેક્ટર જનરલ એ ટ્વિટ કર્યું છે કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ઘણા હજુ કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે.

અત્યાર સુધીની માહિતી અનુસાર, આ બિલ્ડિંગનું નિર્માણ ચાલી રહ્યું હતું અને મજૂરો ત્યાં કામ કરતા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવા માટે એક એમ્બ્યુલન્સ ઘટના સ્થળે હાજર છે. પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને સિટી કાઉન્સિલ ડેરાબસ્સીનાં અધિકારીઓ અને વહીવટી તંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ડેરાબસ્સી મેઈન માર્કેટ નજીક બન્યો છે, કાટમાળ નીચે દબાયેલા અનેક મજૂરોને બચાવવા બચાવ કામગીરી ઝડપથી ચલાવવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.