સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસમાં સીબીઆઈ લાગેલી છે. દરમિયાન સુશાંત સિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહે દાવો કર્યો છે કે અભિનેતાની હત્યા થઈ છે. વિકાસ સિંહે કહ્યું કે તેણે સુશાંતના શરીરની તસ્વીર એઈમ્સના ડોકટરોને મોકલી હતી. તે ડોકટરો કહે છે કે તે 200 ટકા હત્યા છે. વિકાસ સિંહે ટ્વિટ કર્યું – સીબીઆઈ આત્મહત્યા માટે ઉશ્કેરવાને હત્યામાં બદલવામાં મોડુ કરી રહી હોવાના કારણે હતાશા વધી રહી છે. એઈમ્સમાં ડોકટરોની એક ટીમ છે, તેઓએ મને કહ્યું કે 200 ટકા સુશાંતની હત્યા છે આત્મહત્યા નહીં.
વિકાસ સિંહના આ ટ્વીટનો જવાબ આપતાં સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું છે કે – અમે ઘણા લાંબા સમયથી ધૈર્યથી રાહ જોઈ રહ્યા છીએ, ક્યારે સત્ય બહાર આવશે.
We have been so patient for so long! How long will it take to find the truth? #SSRDeathCase https://t.co/Vn5R62a0SY
— Shweta Singh Kirti (@shwetasinghkirt) September 25, 2020
એઇમ્સ ફોરેન્સિક ટીમના વડા સુધિર ગુપ્તાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે સુશાંતના ગળા પરના લિગેચરનાં નિશાન કહી શકાય નહીં કે તે હત્યા છે કે આત્મહત્યા. ફોરેન્સિક ટીમનું કહેવું છે કે સુશાંતના ગળાના અંદરના સેમ્પલ જરૂરી છે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવા માટે.
આપને જણાવી દઈએ કે એઈમ્સના સીએફએસએલ અહેવાલનો અભ્યાસ કર્યા પછી ફોરેન્સિક ટીમ સીબીઆઈની એસઆઈટી ટીમને કહેશે કે સુશાંતે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફોરેન્સિક ટીમના રિપોર્ટ બાદ જ સુશાંત કેસમાં તપાસ કઈ દિશામાં આગળ વધશે તે અંગે નિર્ણય લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
