Entertainment/ રામ ગોપાલ વર્મા પર લટકી ધરપકડની તલવાર? ફિલ્મ નિર્માતાના ઘરે કેમ પહોંચી પોલીસ?

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મ ડાયરેકટર રામ ગોપાલ વર્માની ધરપકડ થઈ શકે છે. માહિતી મળી રહી છે કે પોલીસે રામ ગોપાલ વર્માની (Ram Gopal Verma) ધરપકડ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીઘી છે.

Breaking News Entertainment

Ram Gopal Verma: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મ ડાયરેકટર રામ ગોપાલ વર્માની ધરપકડ થઈ શકે છે. માહિતી મળી રહી છે કે પોલીસે રામ ગોપાલ વર્માની (Ram Gopal Verma) ધરપકડ કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીઘી છે. પોલીસની ટીમ ફિલ્મ નિર્માતાના ઘરે પહોંચી ગઈ છે. રામ ગોપાલની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે અને તેના બચાવની કોઈ આશા જણાતી નથી.

શું છે મામલો?
સોશિયલ મીડિયી પર મોર્ફ કરેલી તસવીરો પોસ્ટ કરવાના મામલે પોલીસ હૈદરાબાદ (Hyderabad) માં રામ ગોપાલના ઘરે પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ નિર્માતાની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. એવું પણ જાણવા મળે છે કે વર્માને ઓંગોલ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે હાજર થવાનું છે. વર્મા બીજી વખત પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં હાજર થયો નથી.

કોણે કરી વર્માની ફરિયાદ?
જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર સીએમ ચંદ્રબાબુ નાયડુ, મંત્રી લોકેશ અને ડેપ્યુટી સીએમ પવન કલ્યાણને બદનામ કરતી પોસ્ટ કરવા બદલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ટીડીપી મંડળના મહાસચિવ મુથાનપલ્લી રામલિંગમે તેની સામે ફરિયાદ નોંધાવી છે.

રામ ગોપાલ વર્મા હાજર ન હતા
રામ ગોપાલને અગાઉ 19મીએ સુનાવણી માટે હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ હાજર રહ્યો ન હતો ત્યારબાદ તેને આજ ફરીથી હાજર રહેવા કહેવામાં આવ્યું હતું પરંતુ તે આવ્યો ન હતો. એવુ કહેવામાં આવી રહ્યું છે. તે સુનાવણીથી બચવવાના પ્રયાસો કરી રહ્યો છે. તે સુનવણીથી ભાગી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સ્વરા ભાસ્કર તેના પતિ સાથે મળીને હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓકનારા મૌલાનાને મળી, લોકોએ સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કર્યો

આ પણ વાંચો:સ્વરા ભાસ્કરે ફરી એકવાર પતિ ફહાદ અહેમદને ‘ભાઈ’ કહ્યો! જન્મદિવસની પોસ્ટ થઈ વાયરલ 

આ પણ વાંચો:સ્વરા ભાસ્કરે આપ્યા સારા સમાચાર, સોશિયલ મીડિયા પર બેબી બમ્પની તસવીરો કરી શેર