Not Set/ અમદાવાદ / મનપાની સામાન્ય સભામાં હોબાળો, મેયરે લોકશાહીનુ ખુન કર્યુ હોવાના આક્ષેપ ​​​​​​​

  શુક્રવારે મળેલી અમદાવાદ મહાનગરપાલિકાની ફીઝીકલી બોર્ડ બેઠકમાં હોબાળો થયો હતો.  મેયર દ્વારા વિપક્ષી સભ્યોને બોલવાની મંજૂરી ન અપાતા વિપક્ષે વિરોધ કર્યો હતો. બંને પક્ષના સભ્યોએ સામ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોગ્રેસે મેયરે લોકશાહીનુ ખુન કર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે. લોકડાઉન બાદ પ્રથમ વખત મળેલી ફીઝીકલી બોર્ડ બેઠકમાં 80 જેટલા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.  બોર્ડ […]

Ahmedabad Gujarat
 

શુક્રવારે મળેલી અમદાવાદ મહાનગરપાલિકાની ફીઝીકલી બોર્ડ બેઠકમાં હોબાળો થયો હતો.  મેયર દ્વારા વિપક્ષી સભ્યોને બોલવાની મંજૂરી ન અપાતા વિપક્ષે વિરોધ કર્યો હતો. બંને પક્ષના સભ્યોએ સામ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. કોગ્રેસે મેયરે લોકશાહીનુ ખુન કર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે.

લોકડાઉન બાદ પ્રથમ વખત મળેલી ફીઝીકલી બોર્ડ બેઠકમાં 80 જેટલા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.  બોર્ડ બેઠક યોજતા પહેલા કોર્પોરેટરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.  તેમાંથી ભાજપના પાંચ કોર્પોરેટર પોઝીટીવ આવતા તેઓ ફિઝિકલી બોર્ડમાં હાજર રહ્યા ન હતા.  તો અન્ય ૨૦ જેટલા ક્વોરોન્ટાઇન કોર્પોરેટર સહિત અન્ય બાકી રહેલા કોર્પોરેટરે ઓનલાઇન હાજરી આપી હતી.  જે રીતે અનુમાન કરવામાં આવતું હતું તે મુજબ વિપક્ષ દ્વારા કોરોના, ખરાબ રોડ, રોગચાળો, ઉભરાતી ડ્રેનેજ-જેવા મુદા ઉઠાવવામાં આવ્યા હતા.

સત્તા પક્ષ પાસેથી જવાબ માંગવામા આવ્યો  હતો. કોગ્રેસ ના બે કોર્પોરેટરો બોલવાના બાકી હતા ત્યાંરે મેયરે તેઓને સમય આપ્યો નાં હતો. કોર્પોરેટરોને બોલવા ન દેવાતા કોગ્રેસના સભ્યોએ વિરોધ કર્યો હતો. આમ બંને પક્ષના સભ્યો સામે સામે આવ્યા હતા અને બોર્ડના અધ્યક્ષ  મેયર દ્વારા બધા જ કામો મંજૂર કરી દેવામાં આવ્યા હતા. મેયર દ્વારા  જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યુ તેને વિપક્ષે લોકશાહી વિરુદ્ધ ગણાવ્યું છે પ્રજાના પ્રશ્નો ના જવાબ ન આપવા પડે તે માટે બોર્ડ પૂરું કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે.

ત્યારે મેયર મીડીયાથી ભાગતા રહ્યા હતા. બોર્ડ બેઠકમા પણ તેમણે પાછલા બારણેથી એન્ટ્રી લીધી હતી. હોબાળા બાદ પણ તેઓએ મીડીયા સામે આવવાનુ ટાળ્યુ હતુ. છેલ્લા કેટલાક સમયથી જ્યારે પણ  બોર્ડ મળે છે ત્યારે હોબાળો થતો જોવા મળે છે આ વખતે પણ એવું જ થયું પ્રજાના પ્રશ્નોને થોડીઘણી ચર્ચા થઇ ત્યાં બોર્ડ પૂરું કરી દેવામાં આવ્યું .પ્રજા તેમની સમસ્યા હલ થાય તે માટે કોર્પોરેટરોને ચુંટીને મોકલે છે પરંતુ પ્રજાની સમસ્યા બાજુ પર રહી જાય છે અને કોર્પોરેટર  નારેબાજી કરતા રહે છે….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે મને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.