Not Set/ RCB vs MI/ વિરાટની ટીમ પડી રોહિતની સેના સામે ભારી, સુપર ઓવરમાં RCB એ મેળવી જીત

  ઈન્ડિયન પ્રીમિયર લીગની 10 મી મેચમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી)ની ટીમે સુપર ઓવરમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ટીમને પરાજીત કરી હતી. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં RCB એ 201 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ પર 201 રન બનાવ્યા હતા. […]

Uncategorized
 

ઈન્ડિયન પ્રીમિયર લીગની 10 મી મેચમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી)ની ટીમે સુપર ઓવરમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ટીમને પરાજીત કરી હતી.

દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં RCB એ 201 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ પર 201 રન બનાવ્યા હતા. પોલાર્ડ 24 બોલમાં 60 રને અણનમ પરત ફર્યો હતો, જ્યારે ઇશાન કિશન છેલ્લી ઓવરમાં 99 રને આઉટ થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સે સુપર ઓવરમાં એક વિકેટ પર 7 રન બનાવ્યા હતા, જ્યારે આરસીબીએ સુપર ઓવરમાં 8 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

ટોસ જીત્યા બાદ આરસીબીને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા પહેલા બેટિંગ માટે આમંત્રણ અપાયું હતું. એરોન ફિંચ, દેવદત્ત પડીક્કલ અને એબી ડીવિલિયર્સની હાફ સેન્ચ્યુરી અને શિવમ દુબેનાં તોફાની 27 રનોનાં દમ પર RCB એ 20 ઓવરમાં ત્રણ વિકેટ પર 201 રન બનાવ્યા હતા. એબી ડીવિલિયર્સ 55 અને શિવમ દુબે 27 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 2 વિકેટ લીધી હતી. જ્યારે રાહુલ ચહરે એક વિકેટ લીધી હતી. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ ઇશાન કિશને 99, પોલાર્ડ 60 રને અણનમ રહ્યો હતો. આરસીબી તરફથી ઇસુરુ ઉડાનાએ બે, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ અને એડમ ઝામ્પાએ એક-એક વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.