યુપીનાં અલીગઢમાં એક યુવકે તેની બંને ભાભીઓ પર જાતીય સંબંધો બનાવ્યા હોવાનો આક્ષેપ કરીને કોર્ટનો સંપર્ક કર્યો છે. કોર્ટે આરોપી ભાભીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવા આદેશ જારી કર્યો છે. આરોપ છે કે તેમના પતિ બહાર જતા હતા, ત્યારબાદ ભાભી પર અફેર માટે દબાણ કરવામાં આવતુ હતું.
રાવણ ટીલા ક્ષેત્રમાં રહેતા એક યુવકે કોર્ટમાં અરજી કરી છે કે તેની બંને ભાભીઓ તેની સાથતે દબાણ કરવાનો પ્રયત્ન કરે છે. મારપીટ બાદ તેને સંબંધ બાંધવાની ફરજ પડી છે. ઉત્પીડનનો આ સિલસિલો ચાલતો આવ્યો છે. આ સંદર્ભે કોર્ટે પીડિતાની અરજી પર આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે.
પીડિતાએ કહ્યું છે કે, તેના પિતાનું અવસાન થઇ ચુક્યું છે. તેના બંને ભાઇઓ નજીકનાં વિસ્તારમાં લગ્ન કર્યા છે. જ્યારે તેના બંને ભાઈઓ નોકરી પર જાય છે ત્યારે બંને ભાભી યુવકની સાથે અશ્લીલ વર્તન કરે છે. મારપીટની સાથે બદનામ કરવાની ધમકી આપે છે. સંબંધો બનાવવા માટે તણાવ આપે છે. સતત પજવણીથી ત્રસ્ત થઇને તેણે એક વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. કોર્ટે આરોપી વિરુદ્ધ કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
