Not Set/ IPL 2020/ KKR ને લાગ્યો મોટો ઝટકો, ટીમનો આ ખેલાડી થયો બહાર

કોલકાતા નાઈટ રાઇડર્સે અલી ખાનને ઝડપી બોલર તરીકે ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ હવે તે ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ પહેલા અલી ખાન આઈપીએલનો ભાગ બનનાર યુનાઇટેડ સ્ટેટ્સ (યુએઈ) તરફથી પ્રથમ બોલર બન્યો હતો. ઈંગ્લેન્ડનાં ઝડપી બોલર હૈરી ગુર્નીની જગ્યાએ ટીમમાં અલી ખાનને સામેલ કરવામાં આવ્યો હતો, જેને ખભાની સર્જરીથી નીકળવા માટે […]

Uncategorized

કોલકાતા નાઈટ રાઇડર્સે અલી ખાનને ઝડપી બોલર તરીકે ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ હવે તે ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. આ પહેલા અલી ખાન આઈપીએલનો ભાગ બનનાર યુનાઇટેડ સ્ટેટ્સ (યુએઈ) તરફથી પ્રથમ બોલર બન્યો હતો.

ઈંગ્લેન્ડનાં ઝડપી બોલર હૈરી ગુર્નીની જગ્યાએ ટીમમાં અલી ખાનને સામેલ કરવામાં આવ્યો હતો, જેને ખભાની સર્જરીથી નીકળવા માટે પોતાને લીગથી અલગ કરી દીધો છે. જોકે, અલી ખાન એક પણ મેચ રમી શક્યો ન હતો. કેકેઆરએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, ‘અલી ખાન આઈપીએલમાં પસંદગી પામેલો પ્રથમ અમેરિકન ખેલાડી બન્યો હતો, પરંતુ ઈજાને કારણે અલી ખાન ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં. પ્રેક્ટિસ દરમિયાન અલી ખાનને ઇજા પહોંચી હતી.

આ પણ વાંચો : MP-MLA ની ધરપકડ અને હાજર કરવામાં પોલીસની અનિચ્છા પર SC એ વ્યક્ત કરી ચિંતા

આપને જણાવી દઈએ કે, કેકેઆરનાં માલિક શાહરૂખ ખાને અલી ખાનને ટીમમાં શામેલ કર્યો છે. અલી ખાન તાજેતરમાં પૂર્ણ થયેલી કેરેબિયન પ્રીમિયર લીગમાં ટ્રિનબાગો નાઈટ રાઇડર્સ (ટીકેઆર) માટે કેટલાક શાનદાર પ્રદર્શન સાથે જોવા મળ્યો હતો. ટ્રિનબાગો નાઈટ રાઇડર્સે સિઝન-2020 માં ફાઇનલમાં જીત મેળવી ચોથી વખત ટાઇટલ પોતાના નામે કર્યુ હતુ. જેમા અલી ખાને 8 મેચમાં 7.43 ની ઇકોનોમી સાથે 8 વિકેટ ઝડપી હતી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ