Not Set/ રાજ્યમાં વધુ એક દુષ્કર્મનો બનાવ, બનાસકાંઠામાં વિધવા મહિલા પર યુવકે ગુજાર્યો બળાત્કાર

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા  બનાસકાંઠાના લાખણી તાલુકાના મોટાકાપરા ગામમાં એક વિધવા મહિલા પોતાના પુત્રો સાથે રહે છે અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ત્યારે આ વિધવા મહિલા પર ગામના નેનાભાઈ પરમાર ની દાનત બગડતા મહિલા ના ઘરે આવી આ યુવકે વિધવા ને ધમકી આપી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારેલ અને જો કોઈને કહેશે તો તેના […]

Gujarat Others

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા 

બનાસકાંઠાના લાખણી તાલુકાના મોટાકાપરા ગામમાં એક વિધવા મહિલા પોતાના પુત્રો સાથે રહે છે અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ત્યારે આ વિધવા મહિલા પર ગામના નેનાભાઈ પરમાર ની દાનત બગડતા મહિલા ના ઘરે આવી આ યુવકે વિધવા ને ધમકી આપી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારેલ અને જો કોઈને કહેશે તો તેના પુત્રોને મારી નાખવાની ધમકી  આપી હતી.

જોકે હેબતાઈ ગયેલી વિધવા મહિલા ગભરાઈ ગઈ અને શું કરવું તે શુજતું ન હતું ત્યારે આ બનાવ બાબતે મહિલા આખરે નજીકના સગાં ને વાત કરતા વિધવા મહિલા ને હિંમત આપી ફરિયાદ આપવા ભીલડી પોલીસ મથકે લઈ ગયેલ અને પોલીસ સમક્ષ સમગ્ર ઘટના થી વાકેફ કરતા ભીલડી પોલીસ એ આરોપી નેનારામ પરમાર સામે બળાત્કાર અને ધમકીની ફરિયાદ નોંધી આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરેલ.

બનાસકાંઠા માં વધી રહેલા ગુન્હાખોરી ના બનાવોને લઈને હાલ સમગ્ર જિલ્લાવાસીઓ માં ચિંતા નો વિષય છે.ત્યારે પોલીસ નો ડર હવે ગુન્હાખોરી કરતા તત્વો સામે ન હોય તેનું લાગી રહ્યું છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ