પ્રાપ્ત માહિતી અનુસાર, સંબંધિત ચાઈબાસા ટ્રેઝરી કેસમાં ગેરકાયદેસર ઉપાડમાં અડધી સજા પૂરી કરી દીધી હોવાના આધારે પૂર્વ મુખ્યમંત્રીને જામીન આપવામાં આવ્યા છે. આ સિવાય એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે કોર્ટે તેમને બે લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ પણ આપ્યો છે. શુક્રવારે ઝારખંડ હાઇકોર્ટે લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી પર સુનાવણી કરી હતી.
Former Bihar CM Lalu Prasad Yadav granted bail by Jharkhand High Court, in the Chaibasa Treasury case related to fodder scam.
However, he will remain in jail since the Dumka treasury case is still pending. pic.twitter.com/RDk0eKS78F
— ANI (@ANI) October 9, 2020
આ દરમિયાન પૂર્વ સીએમ લાલુની તરફેણમાં રહેલા તેમના સલાહકારની દલીલ હતી કે લાલુ યાદવે ચાઈબાસા કેસમાં 50 ટકા સજા પૂર્ણ કરી દીધી છે, તેના આધારે તેમને જામીન મળવી જોઈએ. આપને જણાવી દઈએ કે બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવને ઘાસચારા કૌભાંડનાં બે અલગ અલગ કેસોમાં વિશેષ સીબીઆઈ કોર્ટે સજા સંભળાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
