મુંબઈ
સેલિબ્રીટીઓ કોઈને કોઈ કારણસર હંમેશા ટ્રોલર્સના નિશાના પર રહેતા હોય છે. જ્યાં હાલમાં જ પુત્રી આરાધ્યાનો હાથ પકડવાને લઈ બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનને ટ્રોલ કરવામાં આવી હતી, ત્યાં હવે ટ્રોલર્સના નિશાને અભિનેત્રી ત્રિશા કૃષ્ણન આવી ગઈ છે. ત્રિશા કૃષ્ણને ડોલ્ફિન ફિશ સાથે પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, પરંતુ તેને શું ખબર હતી કે આ ફોટો તેના માટે મુશ્કેલી ઉભી કરી દેશે.

ત્રિશાના આ ફોટોને જોઈ કેટલાક લોકોએ પોતાનો કાબુ ગુમાવી દીધો અને સોશિયલ મીડિયા પર કેટલીક કમેન્ટ કરી. એક ટ્રોલર્સે જણાવ્યુ કે, ત્રિશાને હાલમાં જ યૂનિસેફની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી, પરંતુ તે આના લાયક નથી. તો એક ટ્રોલર્સે કહ્યુ કે, ડોલ્ફિને એક્વેરીયમમાં હોવુ જાઈએ, સ્વિમિંગ પુલમાં નહીં. તો કેટલાક લોકોએ પેટાનો હવાલો આપતા કહ્યુ કે, આના નામે તો પછી કોઈપણ પશુ-પ્રાણીને પોતાના મનોરંજન માટે ઉપયોગ કરી શકે છે.

મહત્વનુ છે કે, ત્રિશા કૃષ્ણન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક જાણીતી અભિનેત્રી છે. તેમજ તેણે કેટલાક હિન્દી મ્યુઝિક વીડિયો ઉપરાંત અક્ષય કુમાર સાથે ખટ્ટા-મીઠ્ઠા ફિલ્મમાં પણ કામ કર્યુ છે.

