ભારતની આર્થિક સ્થિતિ અત્યાર સુધીની ખરાબમાં ખરાબ હાલમાં હોવાની વાતનો વર્લ્ડ બેંકે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વર્લ્ડ બેંકેનાં ખુલાસા પ્રમાણે ભારતની GDPમાં 9.6 ટકાનો ઘટાડો થઇ શકે છે. ચાલુ વર્ષે GDP 9.6 ટકા ઘટાડાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.
ગરીબી રેખાની નીચે જીવતા લોકો વિશે વાત કરતા વર્લ્ડ બેંક કે કહ્યું છે કે, એક જ વર્ષમાં ગરીબી રેખામાં અને ગણો વધારો થયો છે. ગરીબી રેખા નીચે જીવતાં લોકોની સંખ્યા વધી ગઇ છે. આપને જણાવી દઇએ કે, ભારતમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકોમાં 1 વર્ષમાં 33 ટકા વધારાનો અંદાજ પણ વર્લ્ડ બેંક દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.
વર્લ્ડ બેંક કહ્યા પ્રમાણે આ ભારતની અત્યાર સુધીની સૌથી ખરાબ અને ભયાનક સ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે, પહેલેથી જ અનેક રીતે મંદીમાં ચાલી રહેલ ભારતીય અર્થતંત્ર પર કોરોના મહામારી અને તેના કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉનની અસર જોવા મળી રહી છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
