gdp growth/ GDP મામલે બાંગ્લાદેશ ભારતને પાછળ છોડવાની તૈયારીમાં

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) નાં અહેવાલ મુજબ, માથાદીઠ કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) ની દ્રષ્ટિએ બાંગ્લાદેશ ભારતને પાછળ છોડવાની તૈયારીમાં છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) – વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (ડબ્લ્યુઇઓ) નાં અનુસાર, બાંગ્લાદેશની માથાદીઠ જીડીપી 2020 માં 4 ટકા વધીને 1,888 ડોલર થવાની ધારણા છે, જ્યારે ભારતનું માથાદીઠ જીડીપી 10.3 ટકા ઘટીને 1,877 ડોલર થવાની ધારણા […]

Top Stories India

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) નાં અહેવાલ મુજબ, માથાદીઠ કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) ની દ્રષ્ટિએ બાંગ્લાદેશ ભારતને પાછળ છોડવાની તૈયારીમાં છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) – વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (ડબ્લ્યુઇઓ) નાં અનુસાર, બાંગ્લાદેશની માથાદીઠ જીડીપી 2020 માં 4 ટકા વધીને 1,888 ડોલર થવાની ધારણા છે, જ્યારે ભારતનું માથાદીઠ જીડીપી 10.3 ટકા ઘટીને 1,877 ડોલર થવાની ધારણા છે – જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી નીચો છે. આઇએમએફની આગાહી છે કે આ વર્ષે ભારતનો જીડીપી 10.3 ટકા ઘટી શકે છે.

ભારત માટે આઇએમએફનો અંદાજ જૂન મહિનામાં કરવામાં આવેલી આગાહીથી ઘણો નીચે છે, જેમાં જણાવ્યું છે કે કોરોનોવાયરસ રોગચાળાને કારણે ઉભરતા બજારોમાં સૌથી મોટુ સંકોચન જોવા મળી શકે છે. મંગળવારે જાહેર થયેલા અહેવાલમાં જણાવ્યા અનુસાર બંને દેશોનાં જીડીપીનો આ આંકડો હાલનાં ભાવો પર આધારિત છે. જૂન મહિનામાં આઇએમએફની અગાઉની આગાહીએ કહ્યું હતું કે ઉત્પાદનમાં 4.5 ટકાનો ઘટાડો થશે.

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) – વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (ડબ્લ્યુઇઓ) નાં અહેવાલ મુજબ, ભારત દક્ષિણ એશિયામાં ત્રીજો સૌથી ગરીબ દેશ બનવાની તૈયારીમાં છે. ફક્ત પાકિસ્તાન અને નેપાળની માથાદીઠ જીડીપી ભારત કરતા ઓછી હશે જ્યારે બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા અને માલદીવ જેવા દેશો ભારત કરતા આગળ રહેશે. જો કે, આઇએમએફએ આગાહી કરી છે કે 2021 માં પ્રભાવશાળી 8.8 ટકાનાં વિકાસ સાથે ભારત એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે પરત ફરી શકે છે. આ રીતે ઝડપથી વિકસતી ઉભરતી અર્થવ્યવસ્થાની સ્થિતિ પ્રાપ્ત કરતાં ભારત ચીનનાં અંદાજિત વિકાસ દર 8.2 ટકાને વટાવી શકે છે.

આઈએમએફ અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠક પૂર્વે ‘વર્લ્ડ ઇકોનોમિક પરિદ્દશ્ય’ રિપોર્ટ બહાર પાડવામાં આવેલ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 2020 માં વૈશ્વિક અર્થતંત્રમાં 4.4 ટકાનો ઘટાડો થશે અને તે 2020 માં 5.2 ટકાની મજબૂત વૃદ્ધિ હાંસલ કરશે. રિપોર્ટ અનુસાર, 2020 માં યુ.એસ. ની અર્થવ્યવસ્થામાં 5.8 ટકાનો ઘટાડો થવાની ધારણા છે, જ્યારે આવતા વર્ષે તે 3.9 ટકા વધશે. વર્ષ 2020 દરમિયાન, ચીન વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં એકમાત્ર દેશ હશે, જેણે 1.9 ટકા વૃદ્ધિ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ