કોરોનાની બીજી લહેર દેશભરમાં કાળો કહેર વરસાવી રહી છે. ત્યારે કોરોના વાઈરસ પણ કોઈપણ જાતના ભેદભાવ વિના બધાને સમાન રીતે ગળે લગાવી રહ્યો છે. નાના માણસથી માંડી નેતા અને અભિનેતા દરેક કોરોના માટે સમાન છે. ત્યારે દેશમાં પણ એક પછી એક નેતા અને અભિનેતા કોરોનાની ઝપેટે ચડી રહ્યા છે. ત્યારે દેશમાં વધુ એક નેતા કોરોનાની ઝપટે ચઢ્યા છે.
ભાજપના નેતા રમેશ પોખરીયાલ નિશંક કોરોનાનો શિકાર બન્યા છે. યુનિયન શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંક એ ટ્વીટ કરી આ માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું છે કે, તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અને તેમના ડોક્ટરની સલાહ અનુસાર સારવાર અને દવા ચાલુ કરી છે.
વધુમાં તેમને જણાવ્યું છે કે, ટૂંક સમયમાં તેમની સાથે સંપર્કમાં આવેલ તમામ લોકોએ વેળા સર તેમના રીપોર્ટ કાઢવી લેવા અપીલ કરી છે.
Union Education Minister Ramesh Pokhriyal Nishank tests positive for #COVID19 pic.twitter.com/ZIXNXUnFTM
— ANI (@ANI) April 21, 2021
