અમદાવાદમાં રહેતા ક્રિકેટનાં રસિકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદનાં મોટેરા સ્થિત આવેલુ વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં હવે આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની તૈયારીઓ થઇ રહી છે.

અમદાવાદમાં રહેતા ક્રિકેટનાં રસિકો માટે આ સૌથી મોટા સમાચાર છે. મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની છે. આ જાહેરાત તાજેતરમાં જ કરવામાં આવી છે. મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમનો ઈંગ્લેન્ડ વિરુદ્ધની આગામી ક્રિકેટ શ્રેણીથી શુભારંભ થશે. જી હા, ઇગ્લેંડની ટીમ આગામી વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકાનો પ્રવાસ કરશે. આ દરમિયાન ઇગ્લેંડની ટીમ 2 ટેસ્ટ મેચ રમશે. આ તમામ મેચ દર્શકો વિના ગાલા સ્ટેડિયમમાં રમાશે. ઇગ્લેંડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ બુધવારે તેની જાણકારી આપી હતી. આ સીરીઝ બાદ ઇંગ્લેંડની ટીમ ફેબ્રુઆરીમાં ભારત વિરૂદ્ધ ટેસ્ટ, વનડે અને ટી-20 રમશે. જેમાં અમદાવાદમાં બે ટેસ્ટ અને 5 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે.

આપને જણાવી દઇએ કે, 7 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ શરૂ થવાની છે. જે પૈકી 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે પિન્ક બોલથી રમાશે. જ્યારે ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધની તમામ 5 ટી-20 અમદાવાદ ખાતે જ રમાશે. જણાવી દઇએ કે, ગત ફેબ્રુઆરીમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલ ‘નમસ્તે ટ્રમ્પ’ના ભવ્ય કાર્યક્રમ બાદ બરાબર એક વર્ષે અમદાવાદનું સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે સજ્જ થઈ ચૂક્યું છે.
રાજ્યનાં ખેડૂતો માટે આવ્યા માઠા સમાચાર, બે દિવસ માવઠાની આગાહી
એલન મસ્કનાં મંગળ ગ્રહનાં મિશનને મોટો આંચકો, ઉડાન બાદ સ્ટારશિપ રોકેટમાં વિસ્ફોટ
દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 31 હજારથી વધુ કેસ, કુલ મોતનો આંક પહોંચ્યો…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
