રાજ્ય સરકાર દ્વારા આ વખતે નવરાત્રીમાં ગરબા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે નવરાત્રી વખતે ટેટૂ આર્ટિસ્ટોને વ્યવસાયમાં મોટો ફટકો પડ્યો છે. પરંતુ આ ફટકામાંથી બહાર આવવા માટે ટેટૂ આર્ટિસ્ટ દ્વારા સુરતીઓ માટે નવું નજરાણું આપવામાં આવ્યું છે. ટેટૂ આર્ટિસ્ટે ટેટૂની જગ્યાએ હવે માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે અને માસ્ક પણ કેવા તહેવારોને અનુરૂપ ડિઝાઇનના માસ્ક બનાવ્યા છે. જેને જોતાની સાથે જ લોકોને પસંદ પડી જાય એવા. લોકો માટે અવનવા માસ્ક કેવા છે એ જોઇએ આ અહેવાલમાં
.jpg)
તહેવારની ઉજવણીની વાત થાય અને સુરત અને સુરતીઓનું નામ ન આવે એ કેવી રીતે ચાલે… કોઇપણ તહેવારની ઉજવણીમાં સુરતીઓ સૌથી આગળ હોય જ છે. પરંતુ આ વખતે કોરોના હોવાને કારણે તહેવારોની ઉજવણી થોડી ફીક્કી રહી પરંતુ તહેવારોમાં નવીનતા લાવવાનું સુરતીઓ આ વખતે પણ નથી ભૂલ્યા. નવરાત્રી રમવા જવું હોય ત્યારે ટેટૂનો ટ્રેન્ડ સુરતીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. જો કે આ વખતે સરકાર દ્વારા નવરાત્રીમાં ગરબે ઘૂમવાની પરવાનગી ન આપવામાં આવતા ખેલૈયાઓ નિરાશ જરૂર થયા છે. પરંતુ સૌથી વધુ ચિંતા ખેલૈયાઓ કરતા ટેટૂ આર્ટિસ્ટોને થઇ છે. કારણ કે ગરબે ઘૂમવાનું નથી તો ટેટૂ બનાવવા કોણ આવશે. જો કે આમાંથી બચવા માટે પણ ટેટૂ આર્ટિસ્ટ દ્વારા ડિઝાઇનર માસ્ક તૈયાર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યા છે. ટેટૂ આર્ટિસ્ટ દ્વારા પોતાની આર્થિક સ્થિતિને ટકાવી રાખવા માટે માસ્ક બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે.

માસ્ક બનાવવાની શરૂઆત કરવામાં આવી પરંતુ માસ્ક પણ કેવા….? તહેવારને અનુરૂપ માસ્ક બનાવવાની શરૂઆત કરવામાં આવી જેમકે શ્રાવણ મહિનામાં માસ્ક ઉપર ઉપર શિવજીની ડિઝાઇન, જન્માષ્ટમીમાં રાધા કૃષ્ણને લગતી ડિઝાઇન, ગણેશ ચતુર્થીમાં ગણપતિની ડિઝાઇન, નવરાત્રી માટે ગરબે ઘૂમતી નારી, ડાંડિંયા વગેરેની ડિઝાઇનો આ ઉપરાંત હવે દિવાળીની તૈયારી ચાલી રહી છે તો દિવાળી માટે પણ અલગ પ્રકારના માસ્ક બનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. એટલે તહેવાર કૌઇપણ હોય માસ્ક આપના માટે તૈયાર છે. આ ઉપરથી તો કહી જ શકાય કે સુરતીઓ માસ્કને લઇ કેટલા ગંભીર છે.
કોરોના જેવી મહામારીમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જેવા બે કારગર ઉપાયો છે ત્યારે લોકોને માસ્ક પહેરવામાં એટલો બધો કંટાળો આવતો હોય છે પરંતુ જો આવા ડિઝાઇનર માસ્ક હોય તો પછી કંટાળો શેનો, લોકો હોંશે હોંશે આ પ્રકારના માસ્ક પહેરી કોરોનાથી પોતાની તથા પરિવારને બચાવવાની જવાબદારી પણ નિભાવે છે.
સંજય મહંત મંતવ્ય ન્યુઝ સુરત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
