મહારાષ્ટ્રના નંદુરબારમાં મુસાફરોથી ભરેલી બસ અકસ્માતનો ભોગ બની છે. આ બસ ખાઈમાં ખાબકી છે, જેમાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની માહિતી મળતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.
આ અકસ્માત અંગેની માહિતી આપતાં નંદુરબારના પોલીસ અધિક્ષક મહેન્દ્ર પંડિતે જણાવ્યું હતું કે આ અકસ્માત નંદુરબારના ખમચંદર ગામમાં થયો હતો. બસમાં 40 થી વધુ લોકો સવાર હતા. બસ વિસરાવાડી નજીક કોડીબારી ઘાટ પાસે પહોંચી હતી જ્યારે અનિયંત્રિત અને આશરે 40 ફૂટ ઉંડા ખાડામાં ખાબકી હતી. ઘાયલોની સંખ્યા આશરે 35 જેટલી છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
બસ સીધી નીચે પડી જતા ડ્રાઇવર, ક્લીનર અને ત્રણ મુસાફરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે. પ્રસંગે, નંદુરબાર ફાયર ડિપાર્ટમેન્ટ અને પોલીસ ટીમ સ્થાનિક લોકોને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચવા મદદ કરી રહી છે.
