કોરોના વાયરસનો કહેર હજુ દેશમાં યથાવત છે. દેશમાં કોરોનાનાં પગપેસારાનાં કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે આજે પણ મોંઘવારી આસમાને પહોંચી રહી છે. ગરીબીની કસ્તુરી ગણાતી ડુંગળીનાં ભાવ આસમાને પહોંચ્યા બાદ હવે બટાકાનાં ભાવમાં પણ વધારો થયો છે.
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનો ભાવ તો આસમાને પહોંચ્યો જ છે, સાથે સાથે હવે બટાકાનાં ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, આ વર્ષે બટાકાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. કોલ્ડ સ્ટોરેજમાંથી વેચાણ થતાં 1 મણ બટાકાનો ભાવ રૂ.300 ની આસપાસ રહેતો હતો જે હાલમાં રૂ.800 એ પહોંચ્યો છે. સામાન્ય નાગરિક માટે આ મોટી ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ કોરોનાનાં કારણે લોકો પરેશાન છે તો બીજી તરફ વધતી મોંઘવારીનો સાપ તેમની આગળ આવીને જ ઉભો રહ્યો છે. આપને જણાવી દઇએ કે, એક સમયે જે ડુંગળી-બટાકાનાં ભાવ નહોતા મળતા, તે ડુંગળી-બટાકાનાં ભાવ આજે આસમાને પહોંચી ગયા છે અને ગૃહિણીઓનાં બજેટ પર સીધી અસર થઈ રહી છે. ગરીબોનાં ઘરનાં રસોડામાં કાયમી રહેતા એવા બટાકા-ડુંગળીનાં ભાવ પણ ભડકે બળી રહ્યા છે. હિમતનગરમાં 50 રૂપિયાનાં અઢી કિલો બટાકા મળતા હતા. જો કે બે દિવસમાં જ આ ભાવ હવે 90 રૂપિયે પહોચી ગયો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
