બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પૂરી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે થોડા સમય પહેલા કોંગ્રેસ પાર્ટીએ બિહાર ચૂંટણી માટે ઘોષણા પત્ર બહાર પાડ્યુ છે. હવે એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાને પાર્ટીનું ઘોષણા પત્ર બહાર પાડ્યું છે, પાર્ટી દ્વારા આ ઘોષણા પત્રનું નામ ‘વિઝન ડોક્યુમેન્ટ’ રાખવામાં આવ્યું છે, જે વિશે ચિરાગ પાસવાને કહ્યું હતું કે, લાખો લોકોએ આમાં તેમના ઇનપુટ આપ્યા છે, તેમના પિતા રામ વિલાસ પાસવાને પોતે જ આ હોસ્પિટલમાં રહેતા તૈયાર કરાવેલ છે.
Today, with the release of our party's manifesto for the Bihar assembly polls, I put forward our vision of 'Bihar 1st Bihari 1st' which will resolve various problems that the people of Bihar have been facing: Lok Janshakti Party (LJP) chief Chirag Paswan https://t.co/Muu553PDUe pic.twitter.com/btUAe9vusE
— ANI (@ANI) October 21, 2020
ભાવુક ચિરાગે ખુલ્લા મંચથી કહ્યું હતું કે, ચૂંટણીઓમાં આટલી મોટી પ્રેસ વાતો થઇ રહી છે, પણ આજે પાપા મારી સાથે નથી પણ મને ખબર છે તે જ્યાં પણ છે મારી સાથે જ છે, તે જાણી શકાય છે કે ચિરાગ પાસવાને તેમની પાર્ટીનાં ‘વિઝન ડોક્યુમેન્ટ’ની પહેલી નકલ તેમની માતાને આપી હતી અને તેમનો આશીર્વાદ મેળવ્યા પછી જ તે મીડિયાને મળ્યા હતા.
Patna: Lok Janshakti Party (LJP) chief Chirag Paswan sought blessings of his mother before leaving for LJP office for the releases of party's manifesto for the upcoming #BiharElections in Patna. (earlier visuals) pic.twitter.com/JxKh7QM94u
— ANI (@ANI) October 21, 2020
પત્રકાર પરિષદમાં ચિરાગે વર્તમાન સીએમ નીતીશ કુમાર પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે, તમે કેવી રીતે જાતિને પ્રોત્સાહન આપો છો તે જોઈને મને આશ્ચર્ય થાય છે. જે વ્યક્તિ સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન આપતી હોય તેના નેતૃત્વ હેઠળ બિહારનાં વિકાસની કલ્પના કરવી યોગ્ય નથી. બિહારનાં આ યુવા નેતાએ કહ્યું કે, નીતિશ કુમાર જીતે તો બિહાર હારશે, તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓને તેમની સિદ્ધિ ગણાવી છે, તેઓ પોતે પહેલા પીએમ મોદીનો વિરોધ કરતા હતા અને હવે તેમની સાથે ઉભા થઇ ગયા છે.
