Accident/ પોરબંદર વીરભાનુ ચોક પાસે અકસ્માત, ASI નું મોત, એક પોલીસકર્મી ગંભીર

પોરબંદરની વીરભનુ ની ખાંભી નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું  છે. મોડી રાત્રે એક કાર અકસ્માત સર્જ્યો છે. વીરભનુની ખાંભી નજીક ફરજબજાવી રહેલા 2 પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે.

Gujarat Others
  • પોરબંદર વીરભાનુ ચોક ખાતે રાત્રે અકસ્માત
  • કાર ચાલકે બે પોલીસકર્મીને લીધા અડફેટે
  • અકસ્માતમાં ASIનું ઘટનાસ્થળે થયું મોત
  • અન્ય એક પોલીસકર્મીને પહોંચી ગંભીર ઇજા
  • પોલીસે ઘટનાસથળે પહોંચી તપાસ હાથ ધરી

પોરબંદરની વીરભનુ ની ખાંભી નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું  છે. મોડી રાત્રે એક કાર અકસ્માત સર્જ્યો છે. વીરભનુની ખાંભી નજીક ફરજબજાવી રહેલા 2 પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે. જેમાં સારવાર દરમિયાન એ.એસ.આઈ.ગોવિંદભાઈ ગરચરનું મોત નીપજ્યું છે જ્યારે 1 પોલીસ કર્મીને ગંભીર ઇજાઓ પહોંચી છે.

ઘટના ની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઇજાગ્રસ્ત પૈકીના એ.એસ.આઈને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવાની નોબત આવી હતી. દરમિયાન રાજકોટ સારવાર માટે લઈ જવાઈ રહેલા ASIનું રસ્તામાં  મોત થયું હતું. ઘટનાના પગલે પોલીસબેડામાં હાહાકાર મચી ગયો છે.

Road Accident: અમદાવાદ – વડોદરા અને ભરુચમાં માર્ગ અકસ્માતે 3 લોકોનો લીધો ભોગ…

મળતી માહિતી અનુસાર,  પોરબંદર શહેર પોલીસની હદમાં આવેલી વીરભનુની ખાંભી નજીક મોડી રાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત માં  એક જીપ કમ્પાસ કાર પુરપાટે આવી રહી હતી જે સર્કલ નજીક ઓટો સાથે અથડાઈ હતી. દરમિયાન આ સર્કલ પર બે પોલીસકર્મી ફરજ બજાવી રહ્યા હતા. કારની ટક્કરમાં આ બંને પોલીસકર્મીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

gujarat: કોરોનાના કહેર વચ્ચે CM રૂપાણીની કોલર ટયૂનથી કોંગ્રેસ પરેશાન, ચૂંટણી પંચમાં કરી …

દરમિયાન ASI ગરચરને વધુ ગંભીર ઇજાઓ થઈ હતી તેથી તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાની ફરજ પડે તેમ હતી આથી ગરચરને રાજકોટ લઈ જવાઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ઉપલેટા નજીક તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં કાર ચલાવી રહેલો કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા છે.