Dahod/ સૂકી તળાવની 30 ફુટ ઉંડી કોતરડામાં રીક્ષા ખાબકતા 3 બાળકોના મોત

તહેવારનાં દિવસે જ દાહોદમાંથી તળાવમાં પડતાં ત્રણ બાળકોનાં મોત નીપજ્યાનાં માઠા સમાચાર સામે આવી રહ્યા છે. એક સાથે ત્રણ બાળકોનાં મોતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની પ્રસરી ગઇ છે. દાહોદનાં નાનીકોડી ગામની આ વિચીત્ર ઘટના હદય કંપાવી દેનારી છે. દહોદનાં સૂકી તળાવની 30 ફુટ ઉંડી કોતરડામાં રીક્ષા ખાબકી તા પ્રસૂતિ બાદ ઘરે આવી રહેલી મહિલાનાં નવજાત […]

Gujarat Others

તહેવારનાં દિવસે જ દાહોદમાંથી તળાવમાં પડતાં ત્રણ બાળકોનાં મોત નીપજ્યાનાં માઠા સમાચાર સામે આવી રહ્યા છે. એક સાથે ત્રણ બાળકોનાં મોતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની પ્રસરી ગઇ છે. દાહોદનાં નાનીકોડી ગામની આ વિચીત્ર ઘટના હદય કંપાવી દેનારી છે.

દહોદનાં સૂકી તળાવની 30 ફુટ ઉંડી કોતરડામાં રીક્ષા ખાબકી તા પ્રસૂતિ બાદ ઘરે આવી રહેલી મહિલાનાં નવજાત સહિત ત્રણ બાળકો કાળનો કોળીયો બન્યા હતા. રીક્ષામાં ત્રણ બાળકો અને ત્રણ મહિલા સવાર હતા. ધટનામાં જાણે કાળ માત્ર બાળકો પર જ હોય તેવી રીતે ત્રણ મહિલાનો આબાદ બચાવ થયો છે. ફાયર વિભાગ અને 108 ઘટના સ્થળે પહોંચી બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કઢાયા હતા અને આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.