દેશની શાન સમી માયા નગરી મુંબઈનાં એક ઉપનગરીય ગોરેગાંવમાં ફાઇવ સ્ટાર હોટેલમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો. પોલીસ દ્વારા હોટલ રેડમાં બોલિવૂડ અભિનેત્રી સહિત ત્રણ છોકરીઓ મળી આવી હતી. પોલાસે તમામ હાઇપ્રોફાઇલ લલનાઓની ધરપકડ કરી છે. પોલીસે ત્રણ છોકરી સહિત તમામ આરોપી સામે ભારતીય દંડ સંહિતાની દેહ વ્યાપાર એક્ટ હેઠળની કલમ સાથે કેસ નોંધી આ મામલે વધુ તપાસ હાથધરી છે.
સામે આવી રહેલી વિગતો પ્રમાણે ગત શુક્રવારે મોડી સાંજે મુંબઇ ક્રાઇમ બ્રાંચની ટીમે ગોરેગાંવમાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટલ પર દરોડા પાડ્યા હતા. પોલીસ ટીમના સભ્યોને ગ્રાહકો તરીકે હોટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સેક્સ રેકેટના ડીલરોને મળ્યા હતા. આ પછી પોલીસે દરોડા પાડ્યા હતા અને 3 મહિલાઓને સ્થળ પરથી બચાવી લેવામાં આવી હતી. પોલીસે ધરપકડ કરેલી ત્રણ મહિલાઓમાંની એક બોલિવૂડ અભિનેત્રી છે. તેની ઉપર મોટી હોટલોમાં દેહ વ્યાપાર માટે બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીથી સંબંધિત અભિનેત્રીઓને લાવવાનો આરોપ છે.
