દૈનિક રાશિભવિષ્ય
અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]
આજનું પંચાંગ
- તારીખ – તા. 27 ઓક્ટોબર 2020, મંગળવાર
- તિથિ – આસો સુદ એકાદશી
- રાશિ – કુંભ (ગ,સ,શ,ષ)
- નક્ષત્ર – પૂર્વાભાદ્રાપદ
- યોગ – ધ્રુવ
- કરણ – વિષ્ટી
દિન વિશેષ –
- સવારનું લાભ ચોઘડીયું – 10.59 થી 12.24
- શુભ દિવસમાં ગણતરી નથી
( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –
- વાહન સંભાળીને ચલાવવું
- ધર્મપ્રવાસ થઈ શકે
- ધનની જોગવાઈ કરવાની મથામણ રહે
- બપોર પછી ભાષામાં સંયમ રાખવો

* વૃષભ (બ,વ,ઉ) –
- ધન પ્રાપ્તિ રહે
- હૃદયમાં થોડો ઉચાટ રહે
- જીવનસાથીથી લાભ
- વેપારમાં મંદિ રહે

* મિથુન (ક,છ,ઘ) –
- ફાઈનાન્સને લગતી બાબતોમાં સફળતા
- યુવામિત્રોથી ગેરલાભ થઈ શકે
- જમીન-મકાનના કાર્યમાં સાચવવું
- ઘરમાં મનદુઃખ રહી શકે

* કર્ક (ડ,હ) –
- માતા સાથે દસ્તાવેજી કાર્યો રહે
- કાર્યમાં લાભ થાય
- હૃદયની ઇચ્છા પૂર્ણ થાય
- વારસાઈ લાભ મળે

* સિંહ (મ,ટ) –
- તમારા કાર્યથી દુઃખ પહોંચે
- વાગવા-પડવાથી સાચવજો
- ગુહ્ય દર્દ હોય જાળવજો
- બીજાના રહસ્યો જાણવાની ઇચ્છા થાય

* કન્યા (પ,ઠ,ણ) –
- જીવનસાથી સાથે મતભેદ રહી શકે
- ગુસ્સા ઉપર કાબૂ રાખજો
- પરિવારમાં ધન સંપત્તિ વધે
- ભાષામાં સંયમ રાખજો

* તુલા (ર,ત) –
- આરોગ્ય જાળવવું
- પરદેશમાં વેપાર કરતા જાતકોને લાભ
- પ્રેમ સંબંધો મજબૂત બને
- રાજનીતિ સાથે જોડાયેલાને લાભ

* વૃશ્ચિક (ન,ય) –
- નવું ઘર લેવું હોય તો યોગ થયા છે
- સંતાન સાથે જીદ્દીપણું ત્યાગવું
- મિત્રો સાથે બિનજરૂરી હરવા-ફરવાનું ટાળવું
- કોઈના દોરવાયા દોરવાઈ ન જવું

* ધન (ભ,ધ,ફ,ઢ) –
- વેપારમાં લાભ મળે
- પોતાના અધિકારીથી પ્રસંશા મળે
- શુભ કાર્ય થાય
- સુખમય દિવસ વિતે

* મકર (ખ,જ) –
- ભાગ્ય બળવાન બને
- વેપારમાં લાભ
- પિતાથી લાભ થઈ શકે
- યશ-માનમાં ઉમેરો થાય

* કુંભ (ગ,શ,સ,ષ) –
- તમારી ભાષાથી બીજાને દુઃખ પહોંચે
- ભાગ્ય હમણાં સંઘર્ષ કરાવી શકે
- કાર્ય આગળ ધપે
- પણ, અંતિમ લક્ષ સુધી પહોંચવામાં સમય લગાડે

* મિન (દ,ચ,ઝ,થ) –
- કંઈ વિશેષ કાર્યો થાય
- જીવનસાથીને લાભ મળે
- જીવનસાથીનું આરોગ્ય જાળવજો
- નવા કાર્યોનું આયોજન થઈ શકશે
નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.
(1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.
